Lord Hanuman Temple: દેશમાં એવા ઘણા મંદિરો છે જેનું વિશેષ મહત્વ છે. તેમાંથી છત્તીસગઢના બિલાસપુર પાસે હનુમાનજીનું એક મંદિર છે, જે ખૂબ જ ચમત્કારી અને રહસ્યમય છે. આ મંદિરમાં હનુમાનજીની દેવીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. હનુમાન મંદિર બિલાસપુર, છત્તીસગઢથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. કહેવાય છે કે દુનિયાનું આ એકમાત્ર મંદિર છે, જ્યાં હનુમાનજીને દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમજ ભગવાન હનુમાનને સોળ શણગાર અર્પણ કરવામાં આવે છે. ચાલો જાણીએ ભગવાન હનુમાનજીના સ્ત્રી સ્વરૂપ અને મંદિર વિશે.
ADVERTISEMENT
લોકોની માન્યતા છે કે અહીં હનુમાનજી પ્રગટ થયા હતા. માન્યતા અનુસાર, આ મંદિરમાં દરરોજ સંકટ મોચક હનુમાનજી દ્વારકાપુરીથી આવે છે. આ મંદિરમાં લોકોને ખૂબ જ આસ્થા છે. અહીં દેશ-વિદેશથી ભક્તો હનુમાનજીની પૂજા અને દર્શન કરવા આવે છે. તેમની પાસેથી આશીર્વાદ પણ પ્રાપ્ત કરે છે. માન્યતા અનુસાર આ મંદિરમાં પૂજા કરવાથી સાધકની મનોકામના પૂર્ણ થાય છે.
આ પણ વાંચો: ભારતનું સૌથી અનોખું મંદિર, જ્યાં સમયસર પ્રસાદ ધરાવવામાં ન આવે તો પાતળી થઈ જાય છે શ્રી કૃષ્ણની મૂર્તિ
મંદિરને લઈને શુ છે પૌરાણિક લોકકથા?
રતનપુરના ગિરજાબંધ સ્થિત આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઘણા વર્ષો જૂની છે. કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પૃથ્વી દેવજુ નામના રાજાએ કરાવ્યું હતું. તેઓ સંકટમોચક હનુમાન દાદાના પરમ ભક્ત હતા અને તેમનામાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હતા. રક્તપિત્તની બીમારીથી પીડિત પૃથ્વી દેવજુએ ઘણાં વર્ષો સુધી રતનપુર પર શાસન કર્યું.
હનુમાનજીએ રાજાને આ આદેશ આપ્યા હતા
એવું કહેવાય છે કે એક વાર સ્વપ્નમાં રાજાને હનુમાનજીએ મંદિર બનાવવાની સૂચના આપી. આ પછી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. જ્યારે મંદિરનું કામ પૂર્ણ થવાનું હતું ત્યારે હનુમાનજી રાજાના સ્વપ્નમાં ફરી દેખાયા અને તેમને મહામાયા કુંડમાંથી મૂર્તિ બહાર કાઢીને મંદિરમાં સ્થાપિત કરવાનો આદેશ આપ્યો.
આ પણ વાંચો: Video: 'ડ્રાઈવર ગાડી જવા દો', રૂપાલા મામલે પ્રદીપસિંહ જાડેજાએ બોલાવાનું ટાળ્યું
રાજાએ હનુમાનજીની સૂચનાનું પાલન કર્યું અને મહામાયા કુંડમાંથી મૂર્તિ કઢાવી. તળાવમાંથી બહાર કાઢવામાં આવેલી મૂર્તિમાં હનુમાનજીનું સ્વરૂપ સ્ત્રી જેવું હતું. રાજાએ સંપૂર્ણ વિધિ-વિધાન સાથે મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરી. હનુમાનની મૂર્તિ સ્થાપિત કર્યા પછી, રાજા પૃથ્વી દેવજુ રોગથી મુક્ત થઈ ગયા.
નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.
ADVERTISEMENT