કોરોના બાદ ફરી એકવાર ચીનમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. ત્યાં એક રહસ્યમય બીમારીનો કહેર જોવા મળી રહ્યો છે. જેનાથી બાળકોને સૌથી વધુ અસર થઈ રહી છે. આ બીમારીએ સમગ્ર વિશ્વનું ટેન્શન વધારી દીધું છે. ચીન ફરી બીમારી ફેલાતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એક્શન મોડમાં આવ્યું છે અને તેણે બીમારી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી માંગી છે.
ADVERTISEMENT
વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છેઃ WHO
WHOએ ગુરુવારે કહ્યું કે, ચીનમાં માઈકોપ્લાઝમા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસ સતત વધી રહ્યા છે. આ સંદર્ભે ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં ચીનના નિષ્ણાતોએ એલર્ટ જાહેર કર્યું હતું. જેમાં ચાલુ શિયાળાની ઋતુ દરમિયાન કોવિડ-19 સંક્રમણમાં ફરી વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. નિષ્ણાંતોએ વૃદ્ધ અને પહેલાથી જ બીમાર લોકોને રસી લેવા માટે કહ્યું હતું.
‘ટેસ્ટ રિઝલ્ટ વિશે માંગ્યો રિપોર્ટ’
હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ જીનીવામાં એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે ચીન પાસે બાળકોમાં ન્યુમોનિયાના ગ્રુપ્સની વધારાની ક્લિનિકલ ઈન્ફોર્મેશન અને ટેસ્ટ રિઝલ્સ વિશે માહિતી માંગી છે. હકીકતમાં, નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના સંબંધિત કડક પ્રતિબંધો હટાવ્યા બાદ ચીનમાં આ પ્રથમ શિયાળો છે. આ હવામાનની બાળકો પર ખૂબ જ ખરાબ અસર પડી છે. બિમારીઓ મોટી સંખ્યામાં વધી રહી છે.
WHOને ટીકાનો કરવો પડ્યો હતો સામનો
ચીનમાં બીમારીઓ વકરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એક્શનમાં આવ્યું છે. WHOના એક્શનમાં આવવાના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કારણ કે 2019માં કોરોનાવાયરસના ફાટી નીકળવા પર બેઇજિંગ પાસેથી સમયસર રિપોર્ટ માંગવામાં ન આવતાં WHO સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. WHOને ટીકાનો સામનો કરવો પડ્યો. બાદમાં આ બીમારી આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને લાખો લોકોએ જીવ ગુમાવ્યા.
ચીનમાં નવી બીમારીએ દીધી દસ્તક
કોરોના મહામારીના પ્રભાવ સામે ઝઝૂમી રહેલા ચીનમાં હવે એક નવી બીમારીએ દસ્તક દીધી છે. ચીનમાં વધુ એક બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. અહીંની સ્કૂલોમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે, આ ચિંતાજનક સ્થિતિ કોવિડ સંકટની શરૂઆતના દિવસોની યાદ અપાવે છે.
મોટી સંખ્યામાં બાળકો હોસ્પિટલમાં દાખલ
આ રહસ્યમય ન્યુમોનિયાથી પીડિત બાળકોના ફેફસામાં સોજો અને તાવ જેવા અસામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. જોકે, તે બાળકોમાં ઉધરસ અને ફ્લૂ, આરએસવી અને શ્વાસની બીમારી સંબંધિત અન્ય લક્ષણો જોવા મળી રહ્યા નથી.સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ રહસ્યમય ન્યુમોનિયાના પ્રકોપને કારણે મોટાભાગની સ્કૂલો બંધ છે. ઉત્તર-પૂર્વમાં બેઈજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT