Kedarnath Dham: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 10 મે, 2024થી ભક્તો માટે ખોલવામાં આવશે. કેદારનાથ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભગવાન શિવનું પવિત્ર સ્થાન છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવે છે. જો તમે કેદારનાથ ધામની મુલાકાત લેવા જઈ રહ્યા હોય, તો તેની નજીકના પવિત્ર સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
ADVERTISEMENT
દેવપ્રયાગ
ઉત્તરાખંડના પાંચ પ્રયાગમાંથી એક દેવપ્રયાગની પણ એક ખાસ ઓળખ છે. દેવપ્રયાગ એ સ્થાન છે જ્યાં ગંગોત્રીથી આવતી ભાગીરથી નદી અને બદ્રીનાથ ધામથી આવતી અલકનંદા નદીનો સંગમ થાય છે. દેવપ્રયાગથી આ નદી પવિત્ર ગંગા તરીકે ઓળખાય છે. હિંદુ ધર્મમાં ગંગા નદીને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. દેવપ્રયાગમાં શ્રી રઘુનાથજીનું મંદિર પણ છે, જ્યાં ભારતના ખૂણે-ખૂણેથી હિન્દુ શ્રદ્ધાળુઓ આવે છે.
બદ્રીનાથ
બદ્રીનાથ ધામ પણ કેદારનાથની નજીક આવેલું છે. કેદારનાથ અને બદ્રીનાથ વચ્ચેનું અંતર લગભગ 40 કિલોમીટર છે. ભગવાન શિવના ભક્તોએ તેમના જીવનમાં એકવાર બદ્રીનાથની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ શિખરને ભગવાન શિવનો પર્વત કહેવામાં આવે છે. બદ્રીનાથ મંદિર અહીં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત, તમે બરફથી ઢંકાયેલ શિખરો, તપ્ત કુંડ, નીલકંઠ શિખર અને ફ્લાવર ઓફ વેલી જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
ઋષિકેશ
દર વર્ષે હજારો લોકો અહીં ગંગા નદીમાં શ્રદ્ધાથી ડૂબકી મારવા આવે છે. ઋષિકેશથી કેદારનાથનું અંતર માત્ર 105 કિલોમીટર છે. જો તમે કેદારનાથ જઈ રહ્યા છો તો તેની સાથે ઋષિકેશ પણ જઈ શકો છો. ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલા, ત્રિવેણી ઘાટ, સ્વર્ગ આશ્રમ, નીલકંઠ મહાદેવ મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો છે.
હરિદ્વાર
હરિદ્વારની ગણતરી ભારતના સૌથી ધાર્મિક શહેરોમાં થાય છે. દુર્ગા પૂજાના સમયે અહીંનો નજારો ખૂબ જ દિવ્ય હોય છે. કુંભ મેળા દરમિયાન હરિદ્વારની સુંદરતા અનેકગણી વધી જાય છે. હર કી પૌડી, ચંડી દેવી મંદિર, પવન ધામ અને વિષ્ણુ ઘાટ અહીં આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર છે. કેદારનાથ હરિદ્વારથી માત્ર 123 કિલોમીટર દૂર છે. કેદારનાથ જતી વખતે તમે હરિદ્વાર પણ જઈ શકો છો.
ADVERTISEMENT