નવી દિલ્હીઃ સંગીતમાં કેટલી તાકાત છે તે આપણે સહુ કોઈ જાણીએ છીએ. અહીં સુધી વિજ્ઞાન પણ માને છે કે સારુ સંગીત વૃક્ષો અને છોડવાઓને પણ ગમે છે. તો અહીં તો વાત એક મૃગની થઈ રહી છે. હાલમાં જ એક મજેદાર વીડિયો વાયરલ થયો છે. એક આઈએફએસ ઓફિસર દ્વારા પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો જોઈ નક્કી તમે પણ કહેશો કે હરણ અને માણસનો ડાન્સ કરતો આ વીડિયો અત્યંત સુંદર છે.
ADVERTISEMENT
રાજકોટની હેલ્થ વર્કરની પરીક્ષા આપી હતી આ ડમી શખ્સેઃ ભાવનગર SOGએ વધુ બેને દબોચ્યા
ગણતરીના કલાકમાં 1.21 લાખ વ્યુ
એક આઈએફએસ અધિકારી સુશાંત નંદા દ્વારા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય કાળુ હરણ કે જેને કૃષ્ણમૃગ પણ કહેવાય છે. તે માણસો સાથે દિલથી નાચવા લાગ્યું છે. પોતે કોણ છે અને સામે રહેલા માણસો છે તેવું કાંઈ પણ જાણે તેના વિચારમાં જ નથી અને એક દમ મગ્ન થઈને નાચવા લાગે છે. જોકે હજુ આ વીડિયોને પોસ્ટ કર્યે બહુ સમય પણ થયો નથી અને તેને 1.21 લાખ વ્યૂ મળી ચુક્યા છે. 2700થી વધારે લાઈક્સ મળી ચુકી છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. અહીં જોકે વીડિયોની વધુ વિગતો સામે આવી શકી નથી કે આ વીડિયો ક્યાંનો છે, ક્યારનો છે પરંતુ લોકો અહીં તેને ખુબ એન્જોય કરી રહ્યા છે. જુઓ આ વીડિયો…
ADVERTISEMENT