- ઉદ્ધવ જૂથના નેતા અભિષેક ઘોષાલકરની ગોળી મારી હત્યા
- હુમલાખોરે ફેસબુક લાઈવ કરીને નેતાને મારી ગોળી
- હુમલાખોરે પણ પોતાને ગોળી મારી કરી લીધો આપઘાત
Abhishek Ghosalkar Murder: મુંબઈના દહિસરમાં શિવસેના (UBT)ના પૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોષાલકર (Abhishek ghosalkar video)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલા બાદ હુમલાખોરે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પૈસાના વિવાદને લઈને અભિષેક ઘોષાલકર પર હુમલો કરવામાં આવ્યો હતો. અભિષેક ઘોષાલકર શિવસેનાના પૂર્વ ધારાસભ્ય વિનોદ ઘોષલકરના પુત્ર હતા.
શું છે સમગ્ર મામલો?
શિવસેના (UBT)ના પૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોષાલકરને મારીસ નામના શખ્સે ગુરુવારે દહિસર ખાતે આવેલા તેમના કાર્યલયમાં આયોજિત મહિલાઓના સાંસ્કૃતિક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસ મેરિસે અભિષેક ઘોષાલકર સાથે ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે તે અભિષેક ઘોષાલકરની સાથે સામાજિક કાર્ય કરવા માંગે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT