Mumbai Building Collapse: ભારે વરસાદથી મુંબઇમાં તબાહી, ઇમારત ધરાશાયી થતા 2 લોકોનાં મોત

Mumbai Building Collapse : મુંબઇ માટે રવિવારનો દિવસ ખુબ જ તોફાની અને દુર્ઘટનાઓનો દિવસ રહ્યો. અહીં પહેલા ઘાટકોપરમાં એક ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ હતી.…

Rain In Mumbai

Rain In Mumbai

follow google news

Mumbai Building Collapse : મુંબઇ માટે રવિવારનો દિવસ ખુબ જ તોફાની અને દુર્ઘટનાઓનો દિવસ રહ્યો. અહીં પહેલા ઘાટકોપરમાં એક ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ હતી. ત્યાર બાદ બપોરના સમયે વિલે પાર્લે વિસ્તારમાં નાનાવટી હોસ્પિટલની નજીક ગ્રાઉન્ડ-પ્લન ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ હતી. ઇમારતમાં ફસાયેલા પાંચ લોકોને કાઢવામાં આવ્યા અને કૂપર હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત થઇ ચુક્યા છે.

બીએમસીએ કહ્યું કે, પ્રિશિલા મિસોઇતા અને રોબી મિસોઇતા નામના બે લોકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા છે. અન્ય ઘાયલ લોકોની સ્થિતિ સ્થિર છે. મુંબઇ અગ્નિશામક દળ અને મુંબઇ પોલીસ ઘટના સ્થળ પર હાજર છે. મુંબઇમાં ચોમાસું અધિકારીક રીતે પ્રવેશી ચુક્યું છે. ત્યાર બાદ અનેક વિસ્તારમાં પાણી પણ ભરાઇ ગયા હતા.

આ અગાઉ રવિવારે સવારે ઘાટકોપરમાં ત્રણ માળના રહેણાકી ઇમારતનો એક હિસ્સો તુટી પડ્યો હતો. આ દરમિયાન ત્રીજા માળે રહેતા ચાર વ્યક્તિઓને કાઢવામાં આવ્યા. એક અગ્નિશમ અધિકારીના અનુસાર ઇમારતના પહેલા માળે હજી પણ 2 લોકો ફસાયેલા છે. તેમને કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તેમને આ ઘટના અંગે જણાવ્યું કે, હજી સુધી કોઇ મોતના સમાચાર નથી.

મુંબઇ અને તેના ઉપનગરોમાં શનિવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ઘાટકોપરમાં રાજાવાડી કોલોનીના ચિતરંજન નગર ખાતે ઇમારતનો એક હિસ્સો સવારે આશરે સાડા નવ વાગ્યે તુટી પડ્યો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સમગ્ર તંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. એનડીઆરએફની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

    follow whatsapp