Mumbai Airport Wheelchair Shortage: મુંબઈના એરપોર્ટ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ન્યૂયોર્કથી મુંબઈ આવી રહેલા એક 80 વર્ષના વૃદ્ધનો મોતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્હીલચેર ન મળતા આ વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
ADVERTISEMENT
વ્હીલચેરની ભારે માંગ વૃદ્ધના મોતનું કારણ બની
એર ઈન્ડિયાના એક વૃદ્ધ પેસેન્જરે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ વ્હીલચેર માટે વિનંતી કરી હતી, પરંતુ વ્હીલચેરની ભારે માંગને કારણે તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. આ પછી વૃદ્ધ તેની પત્ની સાથે ટર્મિનલની બહાર ચાલવા લાગ્યો. દરમિયાન, ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન પડી જતાં તેનું મૃત્યુ થયું હતું.
પેસેન્જરની ઉંમર 80 વર્ષથી વધુ
12 ફેબ્રુઆરીએ ન્યૂયોર્કથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી પેસેન્જર ઉતર્યા બાદ એરપોર્ટ પર આ ઘટના બની હતી. એરલાઇનના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું કે, પેસેન્જરની ઉંમર 80 વર્ષથી વધુ હતી.
શું બની સમગ્ર ઘટના?
ઘટના અંગે એરલાઈને કહ્યું, દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 12 ફેબ્રુઆરીના રોજ ન્યૂયોર્કથી મુંબઈ જઈ રહેલા અમારા એક યાત્રી તેની પત્ની સાથે ઈમિગ્રેશન માટે જઈ રહ્યા હતા ત્યારે તે બીમાર પડ્યા અને તબિયત લથડ્યા પછી, એરપોર્ટના ડૉક્ટરની સલાહ મુજબ, પેસેન્જરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેને મોત નીપજ્યું.
ADVERTISEMENT