UP Mafia Don Mukhtar Ansari: યુપીના માફિયા-ડોન મુખ્તાર અંસારીને ગાઝીપુરમાં તેમના વતન ગામમાં દફનાવવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમના મોટા ભાઈ અને સાંસદ અફઝલ અન્સારીની પ્રશાસન અને અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ADVERTISEMENT
મુખ્તાર અંસારીના સુપુર્દ-એ-ખાક દરમિયાન બોલાચાલી
આ દરમિયાન અફઝલ અંસારી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા. વાસ્તવમાં, સુપુર્દ-એ-ખાકની પ્રક્રિયા દરમિયાન, ગાઝીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ આર્યકા અખોરીએ માત્ર પરિવારના સદસ્યોને જ અંદર લઈ જવા માટે કહ્યું. તેના પર અફઝલે કહ્યું કે, જો અન્ય લોકો પણ મુખ્તાર અંસારીના સુપુર્દ-એ-ખાકમાં સામેલ થવા માંગતા હોય તો તેમને કોઈ રોકી શકશે નહીં. તેના પર DM આર્યકા અઘોરીએ કહ્યું કે, હું ડીએમ છું, આ માટે પરવાનગી લેવામાં આવી નથી.
DM અને અફઝલ અંસારી વચ્ચે કઈ વાત પર ચકમક ઝરી?
તેના પર અફઝલ અંસારીએ કહ્યું કે, તમે કોઈ પણ હોય, કોઈ ધાર્મિક હેતુ માટે કે કોઈને દફનાવવા માટે પરવાનગીની જરૂર નથી. તેના પર ડીએમએ કહ્યું કે તે જરૂરી છે કારણ કે અહીં કલમ 144 લાગુ છે. તમે તમારા પરિવારના સભ્યો સાથે જ અંદર જાઓ. તેના પર અફઝલ અંસારીએ જવાબ આપ્યો કે જેને માટી આપવી હોય તે આપી શકે છે, તેમને કોઈ રોકી શકશે નહીં. આના પર DM આર્યકા અખોરીએ કહ્યું કે ઠીક છે, દરેકની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે, અમે તમારા બધા સામે યોગ્ય કાર્યવાહી કરીશું. તેમણે કહ્યું કે, અહીં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ભાઈએ લગાવ્યો ઝેર આપી હત્યા કર્યાનો આરોપ
મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીએ કહ્યું કે, મુખ્તાર અંસારીની હત્યા કરીને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે સમય આવશે ત્યારે અમે મજબૂત પૂરાવા રજૂ કરીશું કે તેમને ઝેર આપીને મારી નખાયા છે.
આ ઘટના અંગે ગાઝીપુરના એસએસપી ઓમવીર સિંહે કહ્યું કે, મુખ્તારના પરિવારના સભ્યો માટી નાખી રહ્યા હતા, વચ્ચે વચ્ચે શેરીઓમાંથી લોકો આવ્યા હતા, તેમની ઓળખ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે મુખ્તાર અંસારીના નિધન બાદ શુક્રવારે તેમના મૃતદેહને તેમના જન્મસ્થળ ગાઝીપુર લાવવામાં આવ્યો હતો જ્યાં તેમને કાલીબાગ સ્થિત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.
જો કે, તેના પરિવારના સભ્યોને જ કબ્રસ્તાનમાં તેના મૃતદેહને દફનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન કબ્રસ્તાનથી લઈને સમગ્ર ગાઝીપુર સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ પ્રસંગે તેની પત્ની અફશાન હાજર ન હતી. અફશાન વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે અને તે ફરાર છે.
પુત્રએ પણ ઝેર આપવાનો કર્યો હતો આરોપ
માફિયા મુખ્તાર અંસારીના મૃત્યુ પર તેમના પુત્ર ઓમર અંસારીએ કહ્યું કે, આપણે પણ માણસ છીએ. મારા-પિતાની ગેરહાજરીમાં જે થાય છે તેવી જ મારી હાલત છે. ઉમરે કહ્યું કે, પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. મને જે લાગે છે તે કહેવાનો શું ફાયદો? પિતાને વોર્ડમાં દાખલ કરવાને બદલે 3 દિવસ પહેલા ICUમાં રાખવામાં આવ્યા હતા. આઈસીયુમાંથી સીધા જેલ લઈ ગયા. પિતાએ મને કહ્યું હતું કે, તેમને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT