મુકેશ અંબાણી Z+ સિક્યોરિટી મેળવનારા એક માત્ર ઉદ્યોગપતિ, સુપ્રીમે સ્વખર્ચે સિક્યોરિટીને આપી મંજૂરી

નવી દિલ્હી : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ભારતમાં તેમજ વિદેશમાં Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે. અત્યાર સુધી કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ સુરક્ષાનો ખર્ચ…

gujarattak
follow google news

નવી દિલ્હી : ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને ભારતમાં તેમજ વિદેશમાં Z+ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે. અત્યાર સુધી કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ સુરક્ષાનો ખર્ચ ઉઠાવતું હતું, પરંતુ હવે અંબાણી પરિવાર તે પોતે ભોગવશે. આ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. Z+ કેટેગરીની સુરક્ષા માટે વ્યક્તિ દીઠ દર મહિને 40 થી 45 લાખ રૂપિયા ખર્ચ થાય છે. મુકેશ અંબાણી પરિવારે ભારત અને વિદેશમાં Z+ સિક્યોરિટી આપશે તેનો ખર્ચ તે પોતે જ ભોગવશે.

CRPF ના 58 કમાન્ડો સુરક્ષામાં જોવા મળે છે
CRPF ના આશરે 58 કમાંડો મુકેશ અંબાણી અને તેમના પરિવારની સિક્યોરિટીમાં 24 કલાક તહેનાત રહે છે. આ કમાંડો જર્મનીમાં બનેલી હેકલર એન્ડ કોચ MP5 સબ મશીન ગન સહિત અનેક અત્યાધુનિક હથિયારોથી લેસ રહે છે. આ ગનથી એક મિનિટમાં 800 રાઉન્ડ ફાયર કરવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, Z+ સિક્યોરિટી ભારતમાં VVIP ની સૌથી મોટી હાઇલેવલ સુરક્ષા છે. જેના હેઠળ 6 સેન્ટ્ર સિક્યોરિટી લેવલ હોય છે. પહેલાથી જ અંબાણીની સિક્યોરિટીમાં રાઉન્ડ ધ ક્લોક ટ્રેંડ 6 ડ્રાઇવર હોય છે.

CRPF ઉપરાંત પર્સનલ સુરક્ષા જવાનોની પણ સુરક્ષા
CRPF ઉપરાંત મુકેશ અંબાણીની પાસે આશરે 15-20 પર્સનલ સિક્યોરિટી ગાર્ડ્સ પણ છે, જે હથિયારો વગર એટલે કે નિહત્થે હોય છે. તેમના પર્સનલ ગાર્ડ્સને ઇઝરાયલ ખાતે આવેલી સિક્યોરિટી ફર્મે ટ્રેનિંગ આપી છે. અંબાણી અને તેમના પરિવારની સુરક્ષામાં તહેનાત પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ પણ ક્રાવ મગા (ઇઝરાયેલી માર્શલ આર્ટ) માં ટ્રેંડ હોય છે. આ ગાર્ડ બે શિફ્ટમાં કામ કરે છે, જેમાં ભારતીય સેનાના રિટાયર્ડ અને NSG જવાનોનો પણ સમાવેશ થાય છે.

પહેલા નીતા અંબાણી પાસે Y+ સિક્યોરિટી હતી
મુકેશ અંબાણીને વર્ષ 2013માં હિઝબુલ મુઝાહિદ્દીન પાસેથી ધમકી મળ્યા બાદ તત્કાલીન મનમોહન સિંહ સરાકરે Z+ સિક્યોરિટી અપાઇ હતી. તેમની પત્ની નીતા અંબાણીને 2016 માં કેન્દ્ર સરકારે Y+ સિક્યોરિટી આપી હતી. તેમના બાળકોને પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગ્રેડેડ સુરક્ષા આપવામાં આવી છે.

29 જુન 2022 અંબાણીની સિક્યોરિટી હટાવવા વિરુદ્ધ દાખલ થઇ હતી અરજી
મુકેશ અંબાણીની સિક્યોરિટીની વિરુદ્ધ વિકાસ સાહા નામના વ્યક્તિએ ત્રિપુરા હાઇકોર્ટમાં ગત્ત 29 જુને જનહિત અરજી દાખલ કરી હતી. આ અંગે હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. જેના ખર્ચ અંગેની માહિતી મંગાવી હતી. જેના આધારે અંબાણી અને તેમના પરિવારને સિક્યોરિટી આપવામાં આવી હોય.

સુપ્રીમ કોર્ટે સમગ્ર મામલાને મંજૂરી આપી
ત્યાર બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કોર્ટમાં કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, કોઇ પરિવારને અપાયેલી સુરક્ષા જનહિતનો મુદ્દો નથી.અંબાણીની સિક્યોરિટીને ત્રિપુરા સાથે કોઇ લેવાદેવા પણ નથી. ત્યાર બાદ ત્રિપુરા હાઇકોર્ટના નિર્દેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણી Z+ સિક્યોરિટી મેળવનારા દેશના પહેલા અનેક માત્ર ઉદ્યોગપતિ છે.

    follow whatsapp