ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ છેલ્લી સિઝન બનવા જઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે CSKના કેપ્ટન એમએસ ધોની IPL પછી ભાગ્યે જ ક્રિકેટ રમતા જોવા મળે છે. તે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લે તેવી શક્યતા છે પરંતુ IPL 2023 ની આ અંતિમ સિઝનમાં તે ચાહકો માટે હેલિકોપ્ટર શોટ સિવાય એક ટ્રીટ માટે છે, તેણે હવે ‘નો લુક સિક્સ’ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે, જેની તે તૈયારી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
એમએસ ધોનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને CSK દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એમએસ ધોની બોલને ફટકારી રહ્યો છે અને બોલ તરફ જોઈ પણ રહ્યો નથી. જ્યારે આ પ્રકારનો બોલ સિક્સર માટે જાય છે ત્યારે તેને નો લૂક સિક્સ કહેવામાં આવે છે. આ જ કારણ છે કે IPL 2023માં ધોનીના બેટમાંથી કેટલાક નો લૂક સિક્સ જોવા મળી શકે છે. માત્ર 12 કલાકમાં એમએસ ધોનીના આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે અને વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે.
એમએસ ધોની લગભગ એક અઠવાડિયા પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પ્રેક્ટિસ કેમ્પમાં જોડાયા હતા. તે સતત પ્રેક્ટિસ કરી રહ્યો છે અને ચેન્નાઈ ટીમની એડમાં પણ ધોની જોવા મળી શકે છે. જો કે, આ પહેલા પણ એમએસ ધોનીની પ્રેક્ટિસના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ધોની દર વખતની જેમ આ IPLમાં પણ સિક્સરનો વરસાદ કરશે, પરંતુ આ વખતે તે આવીને બોલરોનેધૂળ ચટાડે તેવી આશા સેવાઇ રહી છે. કારણ કે ધોની આ વખતે ચાહકો માટે રમી રહ્યો છે.
જુઓ video
2020માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું
મહેન્દ્ર સિંહ ધોની જેણે વર્ષ 2020માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. હવે એવું માનવામાં આવે છે કે 2023માં આઈપીએલની 16મી સિઝન તેની છેલ્લી હશે. ધોનીએ તેના અગાઉના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તે ચેન્નઈના પ્રશંસકોની સામે આઈપીએલમાં તેની છેલ્લી મેચ રમવા માંગશે. આવી સ્થિતિમાં, આશા છે કે આ સિઝન પછી, તે ક્રિકેટની આ સૌથી મોટી લીગને અલવિદા કહી દેશે. જો કે ધોની તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ત્યારે લોકો અંદળો લગાવી રહ્યા છે કે આ આઇપીએલ ધોનીની અંતિમ આઇપીએલ હોય શકે છે.
ADVERTISEMENT