MS Dhoniએ ફરી કરી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી, પ્લેયર્સને આપી સરપ્રાઈઝ, જુઓ VIDEO

રાંચી: હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ પોતાના ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી-20 સીરિઝ આજથી શરૂ કરશે. આ સીરિઝની પહેલી મેચ આજે રાંચીમાં…

gujarattak
follow google news

રાંચી: હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ પોતાના ઘર આંગણે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી-20 સીરિઝ આજથી શરૂ કરશે. આ સીરિઝની પહેલી મેચ આજે રાંચીમાં રમાશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે હાલમાં જ ઘરઆંગણે ન્યૂઝીલેન્ડને ત્રણ મેચોની વન-ડેમાં 3-0થી ક્લીન સ્વીપ કરીને હરાવી દીધી. હવે ટી-20 સીરીઝનો વારો છે.

ધોનીએ ડ્રેસિંગ રૂમમાં પહોંચી ખેલાડીઓને ચોંકાવ્યા
આ માટે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો રાંચીમાં પહોંચી ગઈ છે. અહીં બંને ટીમોએ ખૂબ નેટ પ્રેક્ટિસ કરી. આ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ તમામ ખેલાડીઓને ચોંકાવી દીધા. પહેલી ટી-20 મેચ રાંચીમાં છે અને હાલમાં ધોની ઘરે જ છે. જ્યારે ટીમ ઈન્ડિયા ત્યાં પહોંચી તો ધોની પણ મેદાન પર પહોંચી ગયો અને ડ્રેસિંગમાં રૂમમાં પહોંચી ગયો. ધોનીને જોઈને તમામ ભારતીય ખેલાડીઓ ખૂબ જ ખુશ થઈ ગયા. આ દરમિયાન ધોની નારિયેળ પાણી પીતા જોવા મળ્યો.

આ પણ વાંચો: ક્રિકેટર અક્ષર પટેલના લગ્નમાં તેની બહેન સહિતના જાનૈયાઓ જુઓ કેવા મન મુકીને નાચ્યાઃ Video

ભારતીય ક્રિકેટરો સાથે કરી વાત
ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધોનીની એન્ટ્રીવાળો વીડિયો ખુદ બીસીસીઆઈએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ કેવી રીતે ધોની સાથે વાત કરી રહ્યા છે. રાંચી ઈશાનનું પણ હોમ ગ્રાઉન્ડ છે. ધોનીને જોઈને બાકી સ્ટાફના લોકો પણ તરત જ ત્યાં પહોંચી ગયા અને તેમની સાથે હાથ મિલાવીને વાતો કરવા લાગ્યા. ધોનીએ કેટલાક યુવા ખેલાડીઓ સાથે પણ વાત કરી અને વીડિયોના અંતમાં તે વોશિંગ્ટન સુંદર સાથે પણ વાત કરતા દેખાય છે.

ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરિઝ માટેની ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, શુભમન ગિલ, દીપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર.

ભારત અને ન્યૂઝીલેન્ડ ટી-20 મેચનું શેડ્યૂલ

  • પહેલી ટી-20: 27 જાન્યુઆરી, રાંચી
  • બીજી ટી-20: 29 જાન્યુઆરી, લખનઉ
  • ત્રીજી ટી-20: 1લી ફેબ્રુઆરી, અમદાવાદ

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp