ચેન્નઈ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે 31મી માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સની મેચ છે. IPLની 16મી સિઝનની શરૂઆત પહેલાં ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ CSKના ટ્રેનિંગ દરમિયાન ધોની… ધોનીના નારાથી ગુંજી ઉઠ્યું હતું. જેનો વીડિયો ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.
ADVERTISEMENT
IPL પહેલા મેદાનમાં ધોની… ધોનીની ગુંજ
CSKએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં 34 સેકન્ડનો તેમના ટ્રેનિંગ સેશનનો વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ધોની ટી-શર્ટ, બેટ, હેલ્મેટ, પેડ્સ અને થાઈ પેડ્સ પહેરીને મેદાનમાં ઉતરી રહ્યો છે. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહેલા સેંકડો ફેન્સ ‘ધોની… ધોની… થાલા… થાલા…’ની બુમો પાડવા લાગ્યા હતા. આખું સ્ટેડિયમ ધોનીના નામથી ગુંજી ઉઠ્યું હતું.
રવિન્દ્ર જાડેજાએ પણ કરી પ્રેક્ટિસ
તો બીજી તરફ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો પણ પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રવિન્દ્ર જાડેજા પ્રેક્ટિસ કરીને ગ્લવ્સ અને બેટ સાથે પરત જઈ રહ્યો છે. આ દરમિયાન તે સાઉથની સુપરહિટ ફિલ્મ પુષ્પાનો સિગ્નેચર પોઝ આપે છે, જે જોઈને ફેન્સ પણ ઉત્સાહમાં આવી જાય છે.
ખાસ છે કે આ વખતે IPLમાં કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે.
IPLના પાંચ નવા નિયમો:
1. વાઈડ અને નો-બોલ માટે DRS નો ઉપયોગ.
2. ઈમ્પેક્ટ પ્લેયર નિયમ
3. ધીમી ઓવર રેટ માટે ફીલ્ડ પેનલ્ટી પર (30 યાર્ડની બહાર માત્ર ચાર ફિલ્ડર)
4. ટોસ પછી પ્લેઇંગ-11ની પસંદગી
5. (ડેડબોલ + 5 પેનલ્ટી રન) વિકેટકીપર અથવા ફિલ્ડરની અયોગ્ય હિલચાલ પર
ADVERTISEMENT