MP ના સીએમ શિવરાજસિંહ ચૌહાણના હેલિકોપ્ટરનું ટેક્નિકલ ખામીના કારણે ઇમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી : નેપાળમાં વિમાન દુર્ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં ભારતમાં એક વધારે વીઆઇપી હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવું પડ્યું હતું. ટેક્નિકલ ખામીને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ…

gujarattak
follow google news

નવી દિલ્હી : નેપાળમાં વિમાન દુર્ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં ભારતમાં એક વધારે વીઆઇપી હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવું પડ્યું હતું. ટેક્નિકલ ખામીને પગલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને હેલિકોપ્ટરનું તાત્કાલ લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. શિવરાજસિંહ ચૌહાણ મણવરથી ધાર જઈ રહ્યા હતા. દરમિયાન તેમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ત્યારબાદ તેઓ રોડ માર્ગે જ ધાર જવા માટે રવાના થયા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ મનવરમાં રોડ શો અને સભા કરવા માટે જઇ રહ્યા હતા. જ્યા સભા બાદ તે હેલિકોપ્ટર મારફતે ધાર પહોંચ્યા હતા. જ્યા થોડા સમય બાદ શિવરાજસિંહના હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્તા હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. જેથી હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવવું પડ્યું હતું.

જેના પગલે મુખ્યમંત્રીના હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગ બાદ મુખ્યમંત્રી સડક માર્ગે રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહના પ્લેનને પણ 5 જાન્યુઆરીએ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ગુવાહાટીના લોકપ્રિયા બોરડોઇ ઇન્ટરનેશન એરપોર્ટ પર ખરાબ વાતાવરણના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તેઓ અગરતલા ખાતે જઇ રહ્યા હતા.

    follow whatsapp