નવી દિલ્હી : મહિલા પહેલવાનો યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા બૃજ ભૂષણ શરણ સિંહે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. WFI ના પ્રેસીડેન્ટ અને ભાજપ સાંસદે એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું કે, લોકો તેમના પર અનેક પ્રકારના આરોપો લગાવી રહ્યા છે. કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે, તેમણે 1000 મહિલાઓનું યૌન શોષણ કર્યું છે. એવું લાગે છે કે હું શિલાજીતમાંથી બનેલી રોટલીઓ ખાતો હોઉ. અત્રે ઉલ્લેખનીય છે કે, બૃજ ભૂષણ શરણ સિંહની વિરુદ્ધ આરોપો અંગે મહિલા પહેલવાન જંતર મંતર પર ધરણા કરી રહી છે.
ADVERTISEMENT
સિંહે કહ્યું પહેલા 100 અને પછી 1000 લોકોના શોષણનો આક્ષેપ
બૃજ ભૂષણ શરણ સિંહે કહ્યું કે, પહેલા કહેતા હતા કે 100 લોકો સાથે યૌન શોષણ કર્યું હવે કહે છે કે 1000 લોકો સાથે કર્યું છે. શું હું શિલાજીતમાંથી બનેલી રોટલીઓ ખાઉ છું. બૃજભૂષણ સિંહે એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કરી હતી. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, આ પહેલવાનો રાજનીતિથી પ્રેરિત થઇને વિરોધ કરી રહ્યા છે. સિંહે એકવાર ફરીથી રાજીનામાની વાત કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાઓથી દેશનું નામ રોશન કરનારા અનેત પહેલવાનો જંતરમંતર પર પ્રદર્શન કરી રહ્યા છે. આ પહેલવાન માંગ કરી રહ્યો ચે કે, સરકાર સિંહની વિરુદ્ધ યૌન શોષણના આરોપોની તપાસ કરનારી પેનલના નિષ્કર્ષોને જાહેર કરે.
મહિલા પહેલવાનો સતત સિંહ પર આક્ષેપ કરી રહી છે
બીજી તરફ દિલ્હી પોલીસે શુક્રવારે બૃજ ભૂષણ શરણ સિંહની વિરુદ્ધ બે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ સાત મહિલા પહેલવાનો દ્વારા ભાજપ સાંસદ પર લગાવાયેલા યૌન શોષણના આરોપો મામલે દાખલ કરવામાં આવી છે.શુક્રવારે જ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચની સામે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાજર રહેલીને કેસ દાખલ કરવા અંગેની માહિતી આપી હતી. પહેલી ફરિયાદ નાબાલિગ પહેલવાનના આરોપોના આધાર પર પોક્સો એક્ટ હેઠળ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ FIR મહિલાઓની ગરીમાને ઠેસ પહોંચાડવા સંબંધિત હતી.
ADVERTISEMENT