Mozambique Boat Sank : દક્ષિણ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ઉત્તરીય તટ નજીક એક બોટ ડૂબી જતા 90થી વધારે લોકોના મોત થયા છે. રિપોર્ટ્સ અનુસાર, આ બોટ 130 લોકોને લઈને નામપુલા પ્રોવિંસના એક ટાપુ તરફ જઈ રહી હતી. પરંતુ વચ્ચે જ આ દુર્ઘટના સર્જાઈ. કહેવામાં આવી રહ્યું છે કે આ બોટ પહેલા ફિશિંગ વેસલ હતી.
ADVERTISEMENT
મુસાફરી માટે અનફીટ હતી બોટ
અધિકારીઓએ જણાવ્યું કે, બોટ એટલા માટે ડૂબી કારણ કે તેમાં ક્ષમતા કરતા વધારે લોકો સવાર હતા. આ સિવાય બોટ પેસેન્જર ટ્રાન્સપોર્ટ એટેલે કે યાત્રીઓને લઈ જવા-લાવવા માટે અનફીટ હતી. મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ છે. હજુ પણ લોકોને શોધવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ દરિયાની સ્થિતિ આ કામમાં મુશ્કેલી ઉભી કરી રહી છે.
કોલેરાના કારણે સ્થળાંતર કરી રહ્યા છે લોકો
તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં કોલેરાની બીમારીનો પણ હાથ રહ્યો. રિપોર્ટ્સ અનુસાર, કોલોરાના પ્રકોપ સામે ઝઝૂમી રહેલા મોઝામ્બિકમાં ઓક્ટોબર 2023થી અત્યાર સુધીમાં લગભગ 15,000 કેસ નોંધાયા છે અને 32 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કારણે લોકો મોઝામ્બિકમાંથી સ્થળાંતર કરી રહ્યા છે. આ સિવાય પડોશી કાબો ડેલગાડોમાં જેહાદી હુમલાથી બચવા ભાગી જનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.
ADVERTISEMENT