Motivational Speaker Vivek Bindra: જાણીતા મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિવાદોમાં ફસતા જોવા મળી રહ્યા છે. તેમની સામે પત્ની સાથે મારપીટની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. 6 ડિસેમ્બરે જ તેમના લગ્ન થયા છે અને 14 ડિસેમ્બરે વિવેક બિન્દ્રાના સાળા વૈભવ ક્વાત્રાએ નોઈડા પોલીસ સ્ટેશનમાં મારપીટનો કેસ નોંધાવ્યો છે. આ ફરિયાદ નોઈડા પોલીસ સ્ટેશન સેક્ટર 126 વિસ્તારમાં નોંધાવવામાં આવી છે. વિવેક બિન્દ્રા પર મારપીટનો કેસ નોંધાયા બાદથી જ આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
ADVERTISEMENT
વીડિયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ
વિવેક બિન્દ્રા અને તેમની પત્નીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તેમની પત્ની યાનિકા સાથએ જબરદસ્તી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ, એક મહિલાને ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિવેક બિન્દ્રા અને તેમની પત્ની જ છે. જોકે, આ વીડિયોની પુષ્ટિ થઈ નથી.
જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે આવા રિએક્શન
વીડિયો વાયરલ થયા બાદ એક યુઝરે લખ્યું કે, બીજાને મોટિવેશનલ સ્પીચ આપનાર વિવેક બિન્દ્રાએ તેમની પત્નીને એટલો માર માર્યો કે તેમના કાનનો પડદો ફાટી ગયો.
અન્ય એક યુઝરે લખ્યું કે દુનિયાને મોટિવેશનનો પાઠ ભણાવનાર ખુદ પોતાની પત્નીની સાથે 10 દિવસ સુધી સારી રીતે ન રહી શક્યો.એક યુઝરે લખ્યું કે આટલી સંપત્તિ હોવા છતાં પણ જો તમે પોતાના ઘરમાં શાંતિ નથી લાવી શકતા તો લોકોને જ્ઞાન આપવાનો શું ફાયદો..
ADVERTISEMENT