આગરા: બરૌની-બાંદ્રા અવધ એક્સપ્રેસ ટ્રેનમાં માતાની બેદરકારીને કારણે માસુમ બાળકીનો જીવ જોખમમાં મુકાયો હતો. AC કોચ નંબર C6માં એક મહિલા તેની બાળકી સાથે મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન 4 વર્ષની બાળકીને શૌચ આવતા મહિલા તેને લઈને ટ્રેનના ટોઈલેટમાં ગઈ હતી. જોકે આ દરમિયાન કોઈ સંબંધીનો ફોન આવતા માતા બહાર ઉભી ઉભી ફોનમાં વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ હતી.
ADVERTISEMENT
ટોયલેટના હોલમાં ફસાયો હતો બાળકીનો પગ
ચાલુ ટ્રેનમાં બાળકી શૌચ કરી રહી હતી, ત્યારે અચાનક ઝટકો લાગતા તેનો પગ કમોડમાં ફસાઈ ગયો હતો. જે બાદ દુ:ખાવો થતા બાળકી બૂમો પાડવા લાગી હતી. બાળકીનો રડવાનો અવાજ સાંભળીને માતાએ ટોયલેટનો દરવાજો ખોલ્યો હતો, તો બાળકીનો પગ કમોડમાં ફસાયેલો હતો. બાળકીનો અવાજ સાંભળીને ટ્રેનમાં હાજર અન્ય મુસાફરો પણ મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન કોઈ મુસાફરે રેલવે હેલ્પલાઈન નંબર ‘139’ પર ફોન કરીને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ રેલવે સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેમણે તાત્કાલિક ટેક્નિકલ સ્ટાફને ફોન કરી દીધો હતો.
માતાની બેદરકારીને કારણે બાળકીનો જીવ જોખમમાં મુકાયો
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બિહારના સીતામઢી જિલ્લામાં રહેતા મોહમ્મદ અલી તેમની પત્ની ફાતિમા અને બાળકોની સાથે અવધ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન ફાતિમાની બેદરકારીને કારણે બાળકીનો જીવ જોખમમાં મુકાયો હતો. માતા ફોનમાં વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ અને બાળકીનો પગ કમોડમાં ફસાઈ ગયો. લગભગ દોઢ કલાક સુધી બાળકી ટ્રેનના ટોયલેટમાં ફસાયેલી રહી. ટ્રેન જ્યારે ફતેહપુર સીકરી પહોંચી ત્યારે રેલવે સ્ટાફને જાણકારી આપવામાં આવી. ઘટના સ્થળે રેલવે ટેક્નિકલ સ્ટાફ પહોંચ્યો. ટેક્નિકલ સ્ટાફે ટોયલેટ બોક્સને ખોલીને બાળકીનો પગ બહાર કાઢ્યો.
બાળકીના પગમાં થઈ હતી ઈજા
ટોયલેટ કમોડમાં ફસાઈ જવાને કારણે બાળકીને પગમાં ઈજા થઈ હતી. જ્યારે પગને બહાર કાઢીને રેલવે વિભાગે તેના પર દવા લગાવી ત્યારે બાળકીએ રાહતનો શ્વાસ લીધો હતો. આ મામલે ઉત્તર મધ્ય રેલવે આગ્રા વિભાગના ડીસીએમ પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યુ કે, આ ઘટના 15 ઓગસ્ટની છે. ટોયલેટના કમોડમાં પગ બહાર કાઢીને બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. હાલ બાળકી તબિયત સારી છે.
ADVERTISEMENT