Wife Elopes with Lover: યુપીના શ્રાવસ્તી જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને બધા દંગ રહી ગયા છે. અહીં 7 બાળકોની માતા પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી. તે પોતાની સાથે બે બાળકોને પણ લઈ ગઈ છે. મહિલાના મોટા પુત્રના લગ્ન થોડા વર્ષો પહેલા જ થયા હતા. મહિલાની આ હરકતથી તેની પુત્રવધૂ ખૂબ જ દુખી છે. મહિલાના પતિએ પોલીસને મદદ માટે અપીલ કરી છે.
ADVERTISEMENT
23 વર્ષ પહેલા થયા હતા મહિલાના લગ્ન
વાસ્તવમાં, મહિલાના લગ્ન 23 વર્ષ પહેલા જિલ્લાના મલ્હીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતા મુસ્લિમ યુવક સાથે થયા હતા. તેના પતિનું કહેવું છે કે, લગ્ન બાદ તેણે ઘણી વખત તેની પત્નીની ફરિયાદ તેના સાસરિયાઓને કરી હતી. પરંતુ, કોઈએ તેને સમજાવી નહીં. આ દરમિયાન તેના પ્રેમ સંબંધની માહિતી સામે આવી હતી.
પત્નીના માતા-પિતાની ધમકી બાદ પતિએ કરી ફરિયાદ
આ કારણે તે લગભગ એક વર્ષ પહેલા તેની પત્નીથી અલગ થઈ ગયો હતો અને બહરાઈચમાં મજૂર તરીકે કામ કરવા લાગ્યો હતો. 28 નવેમ્બરે જ્યારે તેને તેની પત્ની ફરાર થઈ ગઈ હોવાની માહિતી મળી ત્યારે તે ઘરે આવ્યો હતો. પીડિત પતિનો આરોપ છે કે તેને તેની પત્નીના માતા-પિતા તરફથી ધમકીઓ મળવા લાગી. ત્યારબાદ કંટાળીને તેણે 8મી ડિસેમ્બરે માલીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાને 7 બાળકો છે, બેને સાથે લઈ ગઈ
પરિણીત મહિલાને 7 બાળકો છે. જેમાંથી એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકોને તે સાથે લઈ ગઈ છે. મહિલાના મોટા પુત્રના પણ થોડા વર્ષો પહેલા લગ્ન થયા હતા. જેની પત્ની સાસુના આ પગલાથી ખૂબ જ દુખી છે. મહિલાના પતિએ માલીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહીની માંગ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT