ફ્લોરિડા: કાળઝાળ ગરમીમાં કારમાં ફસાઈ જતાં 2 વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકી કારમાં 15 કલાક સુધી બંધ રહી. આ કેસમાં પોલીસે પીડિત બાળકીના પિતા ક્રિસ્ટોફર મેકલિન અને માતા કેથરીન એડમની ધરપકડ કરી છે. બાળકીના શરીરનું તાપમાન 41.6 સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. એક 4 વર્ષનો બાળક પણ કારમાં બંધ હતો, પરંતુ તેનો જીવ બચી ગયો હતો. તેને હાલમાં ચાઈલ્ડ પ્રોટેક્ટિવ સર્વિસીસની દેખરેખમાં રાખવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ આ મામલો અમેરિકાના ફ્લોરિડાનો છે. મામલાની તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ બાળકોની માતા તેમને કારમાં લોક કરીને ભૂલી ગઈ હતી. તેને યાદ આવતા કારમાં બાળકોને લેવા ગઈ હતી. ત્યારે નાની બાળકીને બેભાન હાલતમાં મળી. તેણે ઈમરજન્સી નંબર પર ફોન કર્યો. ત્યારબાદ તબીબી મદદ પહોંચી ત્યાં સુધીમાં બાળકીનું મોત થઈ ગયું હતું. આ કેસમાં પોલીસે જણાવ્યું કે, આ માતા તેના બે બાળકોને કારમાં સૂતા છોડીને ભૂલી ગઈ હતી અને બાળકો મધરાતથી બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધી કારમાં જ રહ્યા હતા. આ ઘટના 16 મેની છે.
રાત્રે કારમાં બાળકો બંધ હતા બીજા દિવસે બપોરે મળ્યા
પોલીસ અધિકારીએ કહ્યું, ‘બંને બાળકો કારમાં સૂતા હતા. માતા-પિતા બાળકોને કારમાં જ રાખવાનું નક્કી કર્યું અને ઘરે જઈને સુઈ ગયા. બપોરે 3.41 વાગે તેની ઊંઘ ખૂલી અને તેને ખ્યાલ જ ન આવ્યો કે બાળકો કારમાં છે. પોલીસે જ્યારે દંપતીના ઘરની તપાસ કરી તો ત્યાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. અધિકારીએ બાળકીના મોતનું કારણ ડ્રગ્સ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, ડ્રગ્સમાં વ્યક્તિ વાસ્તવિક દુનિયામાં શું થઈ રહ્યું છે તે ભૂલી જાય છે અને પછી આવી વસ્તુઓ થાય છે.
પોલીસે માતા-પિતાની ધરપકડ કરી
પોલીસે એડમ્સ અને મેકલિનની ધરપકડ કરી છે. તેમની સામે ડ્રગ્સ રાખવા અને બાળક સાથે બેદરકારી દાખવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે પુષ્ટિ કરી કે બાળકના પોસ્ટમોર્ટમ પછી દંપતી સામે વધારાના આરોપો લગાવી શકાય છે.
ADVERTISEMENT