ભારતમાં આ 20 પાસવર્ડનો સૌથી વધુ કરાય છે ઉપયોગ, એક સેકન્ડમાં થઈ શકે છે ક્રેક

આજકાલ આપણી પાસે એટલા બધા એકાઉન્ટ્સ હોય છે કે તેના પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં લોકો એવા પાસવર્ડ રાખે છે જેને…

gujarattak
follow google news
આજકાલ આપણી પાસે એટલા બધા એકાઉન્ટ્સ હોય છે કે તેના પાસવર્ડ યાદ રાખવા મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં લોકો એવા પાસવર્ડ રાખે છે જેને સરળતાથી યાદ રાખી શકાય. પરંતુ આવું કરવું (સરળ પાસવર્ડ રાખવા) ઘણું ભારે પડી શકે છે. ઘણી વખત યુઝર્સને કહેવામાં આવ્યું છે કે તેઓએ પાસવર્ડને લઈને સાવધાન રહેવું જોઈએ. કારણ કે સરળ પાસવર્ડને હેકર્સ એક સેકન્ડમાં તોડી નાખે છે અને પછી એકાઉન્ટ પર હાથ સાફ કરે છે. પરંતુ હજુ પણ ઘણા યુઝર્સ આનું પાલન કરતા નથી.

નોર્ડપાસે જાહેર કર્યું લિસ્ટ

તાજેતરમાં જ નોર્ડપાસે એક લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ તમામ પાસવર્ડ ખૂબ જ સિમ્પલ છે અને તેને સરળતાથી તોડી શકાય છે.

જુઓ લિસ્ટ

1. 123456
2. admin
3. 12345678
4. 12345
5. password
6. Pass@123
7. 123456789
8. Admin@123
9. India@123
10. admin@123
11. Pass@1234
12. 1234567890
13. Abcd@1234
14. Welcome@123
15. Abcd@123
16. admin123
17. administrator
18. Password@123
19. Password
20. UNKNOWN

નોર્ડપાસે કર્યો છે સર્વે

નોર્ડપાસે એક સર્વે કર્યો છે અને તેમાં કેટલીક બાબતો શેર કરી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે ફાઈનાન્શિયલ સર્વિસ પ્લેટફોર્મના પાસવર્ડ સૌથી મજબૂત હોય છે. પરંતુ NordPass મુજબ, લોકો સ્ટ્રીમિંગ એકાઉન્ટ્સ માટે સૌથી સરળ પાસવર્ડ સેટ કરે છે. ‘Admin’એ ભારતમાં બીજા નંબરનો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો પાસવર્ડ છે.

આ પાસવર્ડ પણ છે કોમન

લોકો નંબરના આધારે પણ પાસવર્ડ રાખે છે, જેમાંથી સૌથી ફેવરિટ પાસવર્ડ 123456 છે. ભારતમાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે. નોર્ડપાસનું કહેવું છે કે, વિશ્વના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પાસવર્ડ્સમાં આ નંબરોની ટકાવારી 31% છે. India@124 પણ આમાંથી એક છે અને તે ખૂબ જ કોમન પાસવર્ડ છે.

હંમેશા સ્ટ્રોન્ગ પાસવર્ડ રાખવા જોઈએ

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, બ્રાઉઝર પર સેવ કરવામાં આવેલા પાસવર્ડ વધારે સુરક્ષિત નથી. આવી સ્થિતિમાં તમારે પાસવર્ડને અન્ય જગ્યાએ સેવ કરવા જોઈએ જેથી કરીને તે સુરક્ષિત રહે. સિક્યોરિટીને લઈને નોર્ડપાસનું કહેવું છે કે આ વર્ષની તેની લિસ્ટમાં રહેલા પાસવર્ડમાંથી લગભગ 70 ટકા પાસવર્ડ્સને એક સેકન્ડથી ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે. આવી સ્થિતિમાં યુઝર્સે હંમેશા એવા પાસવર્ડ રાખવા જોઈએ જેને સરળતાથી ક્રેક ન કરી શકાય. સાથે જ એકાઉન્ટ પર હંમેશા ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન રાખવું જોઈએ.
    follow whatsapp