Moscow Jet Crash: વેંગનર ગ્રુપના પ્રમુખ પ્રિગોઝિનનું મોત, પુતિન સામે કર્યો હતો વિદ્રોહ

Moscow Jet Crash: રશિયાના મોસ્કોની ઉત્તર તરફ એક ખાનગી જેટ ક્રેશ થતાં દસ લોકોના મોત નિપજ્યાં છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, ન્યૂઝ એજન્સી એએફપી…

Moscow Jet Crash Wenger Group CEO Prigozhin killed, mutiny against Putin

Moscow Jet Crash Wenger Group CEO Prigozhin killed, mutiny against Putin

follow google news

Moscow Jet Crash: રશિયાના મોસ્કોની ઉત્તર તરફ એક ખાનગી જેટ ક્રેશ થતાં દસ લોકોના મોત નિપજ્યાં છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ વિદ્રોહ કરનારા વેગનર નેતા યેવજેની પ્રિગોઝિનનું નામ પણ પેસેન્જર લિસ્ટમાં સામેલ છે. સોશિયલ મીડિયા પર યેવજેની પ્રિગોઝિનના મૃત્યુનો દાવો કરવામાં આવી રહ્યો છે.

https://twitter.com/Gerashchenko_en/status/1694397614924439910?s=20

એએફપી દ્વારા સુત્રોના હવાલાથી સમાચાર

જો કે આ અંગે હજી સુધી કોઇ અધિકારીક માહિતી સામે નથી આવી. પરંતુ સોશિયલ મીડિયા અને ખાસ કરીને રશિયામાં સૌથી વધારે વપરાતું ટેલિગ્રામમાં હાલ દાવો કરવામાં આવી રહ્યો છે કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ વિદ્રોહ કરનાર વેંગનર આર્મીનો ચીફ યેવજેની પ્રિગોઝિનનું પણ તેમાં મોત નિપજ્યું છે. પુતિન વિરુદ્ધ વિદ્રોહ કર્યા બાદથી જ વેંગનર આર્મી ચીફ ગુમ હતો. જો કે હવે તેના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.

રશિયાના મોસ્કો (Moscow)ના ઉત્તરી વિસ્તારમાં એક ખાનગી જેટ (Private Jet Crash) (Private Jet Crash) ક્રેશ થતા 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે બળવો કરનાર વેગનર નેતા યેવગેની પ્રિગોઝીનનો પણ સમાવેશ થાય છે. એએફપી દ્વારા સુત્રોના હવાલાથી સમાચાર સામે આવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં મોતના દાવાના સમાચાર

સોશિયલ મીડિયા પર યેવગેની પ્રિગોઝિન (Yevgeny Prigozhin))ના મોતનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટના અને સેંટ પીટર્સબર્ગ વચ્ચે થયું છે. એસોસિએટેડ પ્રેસના અનુસાર જે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તો પ્રિગોઝિન હતું. રશિયન મીડિયા અનુસાર રશિયા દ્વારા ઇમરજન્સી સેવાઓને વિમાનના દુર્ઘટનાસ્થળ પર આઠ શબ મળ્યા હતા. રશિયન અધિકારીઓએ કહ્યું કે, વેગનર બોસ યેવગેની પ્રિગોઝીન ઉડ્યન માટે યાત્રીઓની યાદીમાં હતા. જો કે હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે તે વિમાનમાં હતો કે નહી.

પ્રિગોઝીને કર્યો હતો પુતિન સામે વિદ્રોહ

ટેલીગ્રામ ચેનલો પર અપુષ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જેટને રશિયાના હવાઇ સુરક્ષા દળો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જો કે તેની પૃષ્ટી કરવી શક્ય નથી. ખાનગી સેના વેગનરના પ્રમુખ પ્રિગોઝીને ગત્ત જુન મહિનામાં રશિયન સશસ્ત્ર દળોની વિરુદ્ધ એક અસફળ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું.

વેંગનર આર્મીએ રશિયન આર્મી પર હુમલો કર્યો હતો

યેવેની પ્રીગોઝીને રશિયન સંરક્ષણ મંત્રાલય પર વેગનર શિવિર પર મિસાઇલ હુમલો કરવાનો આરોપ લગાવતા પોતાના સૈનિકોને મોસ્કો (Moscow) તરફ કુચ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે વેગનર સૈનિકોએ દક્ષિણી રશિયન શહેર રોસ્તોવ ઓન ડોનમાં સૈન્ય ફેસિલિટી પર કબ્જો કરી લીધો હતો.

પ્રિગોઝિન રશિયન રાષ્ટ્રપતિના સૌથી નજીક વ્યક્તિ હતા

જો કે ત્યારબાદ યેવગેની પ્રિગોઝિને (Yevgeny Prigozhin)) પોતાનો આદેશ પરત લીધો હતો. ત્યાર બાદ આ સંકટ ટળી ગયું હતું. રશિયન મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રિગોઝીનના આ બળવાને પીઠમાં છરો મારનારાઓને કડક આદેશ આપ્યો હતો. વેગનર પ્રમુખ યેવગેની પ્રિગોઝિન (Yevgeny Prigozhin)) ક્યારેક રશિયન રાષ્ટ્રપતિના ખુબ જ નજીકના લોકો પૈકીના એક હતા. વેગનર રશિયા તરફથી યુક્રેનની વિરુદ્ધ લડી રહ્યા છે.

    follow whatsapp