‘તારક મહેતા… શો છોડીને જતી રહ્યા હતા ‘બબીતાજી’, અસિત મોદી સાથે મોટો ઝઘડો થયો હતો’

Yogesh Gajjar

23 May 2023 (अपडेटेड: May 23 2023 2:45 AM)

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં વિવાદોને કારણે ચર્ચામાં છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં મોનિકા ભદોરિયાએ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર ઘણા આરોપો…

gujarattak
follow google news

મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં વિવાદોને કારણે ચર્ચામાં છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં મોનિકા ભદોરિયાએ શોના નિર્માતા અસિત કુમાર મોદી પર ઘણા આરોપો લગાવ્યા છે. આ શોમાં બાવરીની ભૂમિકા ભજવનાર મોનિકાએ દાવો કર્યો છે કે શોમાં બબીતા ​​જીનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા સાથે અસિત મોદીની ઘણા ઝઘડા થયા હતા. આ જ કારણ હતું કે ગયા વર્ષે મુનમુન થોડા મહિનાઓ સુધી શોમાંથી ગાયબ હતી.

આ પણ વાંચો

મુનમુન દત્તા ઘણી વખત શો છોડી ચૂકી છે
મોનિકાએ કહ્યું, મુનમુને શો છોડ્યો ન હતો પરંતુ કદાચ તેના પર ટોર્ચર કરવામાં આવ્યું હતું જેના કારણે તે લાંબા સમયથી શોના સેટ પરથી ગાયબ હતી. મોનિકાએ કહ્યું, જ્યારે તે લોકો ખૂબ ટોર્ચર કરે છે, ત્યારે લોકો સેટ પર કામ કરવા આવવાનું ટાળે છે અને પછી આ લોકો તેમને ફોન કરીને વસ્તુઓ સુધારવા માટે કહે છે. મુનમુનનો તેમની (અસિત) સાથે ઘણી વખત ઝઘડો થયો છે અને તે ઘણી વખત સેટ છોડી ચૂકી છે.

‘સેટ પર મહિલાઓ સાથે દુર્વ્યવહાર થાય છે’
મોનિકાએ નિર્માતાઓ પર એવો પણ આરોપ લગાવ્યો કે તારક મહેતાના સેટ પર મહિલાઓનું સન્માન કરવામાં આવતું નથી. તેણે કહ્યું કે, તેઓ મહિલાઓને મહત્વ આપતા નથી. જો કોઈ મહિલા કલાકાર તેનું શૂટિંગ પૂરું કરે તો પણ તેને જવા દેવામાં આવતી નથી અને તેને રોકી રાખવામાં આવે છે. મેકર્સ પહેલા પુરૂષ કલાકારોનું શૂટિંગ પૂરું કરવાનો પ્રયાસ કરે છે. મોનિકાએ એમ પણ કહ્યું હતું કે મહિલા કલાકારોને પુરૂષ કલાકારોની બરાબર ફી નથી મળતી, જ્યારે મહિલાઓનો સ્ક્રીન ટાઈમ પુરૂષ કલાકારો જેટલો જ છે. પુરૂષ કલાકારોને વધુ પૈસા આપવામાં આવે છે. મહિલાઓ સાથે પણ અત્યાચાર થાય છે. તમે વધુ શું અપેક્ષા કરશો? હું તમને કહી શકતી નથી કે ત્યાં શું કહેવાય છે. હું આવી ગંદી ભાષાનો ઉપયોગ કરી શકતી નથી.

રીટા રિપોર્ટરે પણ કર્યા હતા આક્ષેપ
નોંધનીય છે કે, આ પહેલા રીટા રિપોર્ટરે પણ અસિત મોદી વિરુદ્ધ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં રીટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાએ કહ્યું હતું કે, તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી કેમ ગાયબ છે. પ્રિયાને શૈલેષ લોઢા, જેનિફર મિસ્ત્રી બંસીવાલ અને મોનિકા ભદૌરિયા દ્વારા કરવામાં આવેલા દાવા વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેણે કહ્યું, ‘હા, ‘તારક મહેતા’માં કામ કરતી વખતે કલાકારોને માનસિક સતામણીમાંથી પસાર થવું પડે છે. માનસિક રીતે પણ હું ત્યાં કામ કરતી વખતે મુશ્કેલીઓમાંથી પસાર થઈ છું. પરંતુ તેની મને બહુ અસર ન થઈ… કદાચ કારણ કે મારા પતિ માલવ, જેઓ 14 વર્ષથી શોના ડિરેક્ટર હતા, કમાણી કરતા હતા. ત્યાં કામ કરવાનો એક ફાયદો એ હતો કે મારી પાસે કોન્ટ્રાક્ટ ન હોવાથી મને ક્યારેય બહાર કામ કરતા અટકાવવામાં આવી નહોતી. અસિત કુમાર મોદી, સોહિલ રામાણી કે જતીન બજાજ મારા નાના ભાઈઓ જેવા છે, તેઓએ ક્યારેય મારી સાથે ગેરવર્તન કર્યું નથી.

    follow whatsapp