Monsoon In India: દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં આવી ગયું છે. IMD અનુસાર, ચોમાસું તેના સામાન્ય સમય પહેલા કેરળમાં પ્રવેશ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ વધી છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પોતાની આગાહીમાં કહ્યું હતું કે ચોમાસું 30 મેના રોજ કેરળના કાંઠે પહોંચશે. IMD એ ગઈકાલે એટલે કે 29 મેના રોજ માહિતી આપી હતી કે આગામી 24 કલાક દરમિયાન કેરળમાં ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ છે. આ વર્ષે તે તેના નિર્ધારિત સમયના બે દિવસ પહેલા કેરળમાં એન્ટ્રી કરશે. તમને જણાવી દઈએ કે કેરળમાં ચોમાસાની સામાન્ય તારીખ 1લી જૂન છે. જો કે, તે 3-4 દિવસ આગળ અથવા પાછળ હોવું પણ સામાન્ય માનવામાં આવે છે.
ADVERTISEMENT
કેરળમાં ચોમાસાનો પ્રવેશ
હવામાન વિભાગે આજે માહિતી આપી હતી. ચોમાસુ 30 મે 2024ના રોજ કેરળમાં પ્રવેશ્યું છે. આ સાથે રાજ્યમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જો કે, કેરળમાં પહેલેથી જ ભારે વરસાદની ગતિવિધિઓ ચાલી રહી છે.
અન્ય રાજ્યોમાં પણ વરસાદી માહોલ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં પ્રવેશ્યા બાદ ચોમાસું હવે પૂર્વોત્તરના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રામલને કારણે ચોમાસાના આગમન માટે સ્થિતિ સાનુકૂળ બની છે. તમને જણાવી દઈએ કે કેરળમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે.
હિટવેવથી રાહત ક્યારે?
ચોમાસાની કેરળમાં એન્ટ્રી સાથે જ હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે હીટવેવ તથા વરસાદની આગાહી કરી છે. જે મુજબ, ઉત્તર તથા મધ્ય ભારતના રાજ્યોમાં હજુ પણ ગરમીથી રાહતની સંભાવના નથી અને 1લી જૂન સુધી હિટવેવની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ દક્ષિણ ભારત, પૂર્વ ભારત તથા બંગાળની ખાડીને અડીને આવેલા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. જોકે 2 જૂનથી ઉત્તર ભારતમાં પણ વરસાદી માહોલ જામશે અને ગરમીથી રાહત મળશે. જોકે આ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં કોઈ ફેરફાર થવાની સંભાવના હાલ નથી.
કયા રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું?
રાજ્ય | તારીખ |
આંદામાન નિકોબાર | 22 મે |
બંગાળની ખાડી | 26 મે |
કેરળ, તામિલનાડુ | 1 જૂન |
કર્ણાટક, આંધ્રપ્રદેશ અને આસામના કેટલાક ભાગો | 5 જૂન |
મહારાષ્ટ્ર, તેલંગાણા અને બંગાળ | 10 જૂન |
ગુજરાત અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહાર | 15 જૂન |
મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગો અને ગુજરાતના જંગલ વિસ્તાર | 20 જૂન |
ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર | 25 જૂન |
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ | 30 જૂન |
રાજસ્થાન | 5 જુલાઇ |
ADVERTISEMENT