Dhiraj Sahu On IT Raid : આવકવેરા વિભાગે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદના ઠેકાણાઓ પરથી 350 કરોડ રૂપિયાથી વધુની રોકડ મામલે પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ મારા પૈસા નથી અને કોંગ્રેસને તેની સાથે કોઈ લેવાદેવા નથી. ITના દરોડા અંગે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, જે પૈસા વસૂલવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષી પાર્ટીના પૈસા નથી. તેમને બિનજરૂરી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
ધીરજ સાહુની પહેલી પ્રતિક્રિયા આવી સામે
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુએ કહ્યું કે, મારે આ પૈસા સાથે કોઈ લેવાદેવા નથી, મારા પરિવારના પૈસા છે. અમારો પરિવાર બહુ મોટો છે તેથી આ મોટી રકમ મળી આવી છે.હજુ સુધી આવકવેરા વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી કે આ નાણાં ગેરકાયદેસર છે આવી સ્થિતિમાં આ પૈસા વિશે કંઈપણ કહેવું યોગ્ય નથી.
શું કરે છે ધીરજ સાહુનો પરિવાર?
બૌદ્ધ ડિસ્ટિલરી રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના પરિવારની કંપની છે. આ કંપનીનો દારૂનો બિઝનેસ છે અને ઓડિશામાં તેની ઘણી દારૂ બનાવવાની ફેક્ટરીઓ છે. આ કારણોસર કંપનીના ઘણા સ્થળો પર ટેક્સ ચોરીના આરોપમાં દરોડા પાડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2009માં થયેલી પેટાચૂંટણીમાં પહેલીવાર ધીરજ સાહુ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. જે બાદ તેઓ 2010માં બીજી વખત અને 2018માં ત્રીજી વખત રાજ્યસભા પહોંચ્યા હતા.
આવકવેરાના નિયમો શું કહે છે?
ધીરજ સાહુના ઘરેથી મળેલી કરોડોની રોકડ વિશે આવકવેરાના નિયમોના નિષ્ણાતે જણાવ્યું કે, જે રીતે ધીરજ પ્રસાદના ઘરેથી કરોડોની રોકડ મળી આવી છે. જેના કારણે આગામી દિવસોમાં ટેક્સચોરીની તપાસ વધુ સઘન બની શકે છે. તેમણે કહ્યું કે આવકવેરાના નિયમો અનુસાર, જો અઘોષિત આવક મળી આવે તો ટેક્સની સાથે દંડની જોગવાઈ છે. ટેક્સ સ્લેબના આધારે 300 ટકા સુધી ટેક્સ અને પેનલ્ટી લાદવામાં આવી શકે છે. તેમનું કહેવું છે કે નિયમો અનુસાર ધીરજ સાહુના ઠેકાણાઓમાંથી રિકવર કરાયેલી રોકડ પાછી મેળવવી મુશ્કેલ છે. સાથે જ વધારાનો ટેક્સ પણ ચૂકવવો પડી શકે છે.
ADVERTISEMENT