મામાને ‘બાય બાય’..મોહન યાદવનું ‘વેલકમ’, MPના નવા મુખ્યમંત્રીના નામ પર લાગી મહોર

CM of madhya pradesh : મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન…

gujarattak
follow google news

CM of madhya pradesh : મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલી સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામ પર સર્વસંમતિ સધાઈ છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. મોહન યાદવ સંઘના નજીકના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ શિવરાજ સિંહ ચૌહાણે ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ જાહેરાત સાથે તમામ અટકળોનો અંત આવી ગયો છે. હવે રાજ્યની કમાન મોહન યાદવના હાથમાં રહેશે. જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લા મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી હશે આ સિવાય નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

#WATCH | BJP leaders including Shivraj Singh Chauhan, congratulate party leader Mohan Yadav after he was named as the new Chief Minister of Madhya Pradesh pic.twitter.com/SibAIt4Cnh

— ANI (@ANI) December 11, 2023

આટલા નામો સીએમની રેસમાં હતા આગળ

પક્ષ કાર્યાલયમાં જ્યાં ધારાસભ્ય પક્ષની બેઠક ચાલી રહી હતી. તે જ સમયે, પ્રહલાદ પટેલ અને શિવરાજ સિંહ ચૌહાણના સમર્થકો પાર્ટી કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. શિવરાજ સિંહ ચૌહાણની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ અને વીડી શર્માનું નામ મુખ્યમંત્રીની રેસમાં સામેલ હતું. બીજી તરફ સીએમના નામની જાહેરાત પહેલા પ્રહલાદ પટેલના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

230 સભ્યોની વિધાનસભામાં ભાજપે 163 બેઠકો જીતી

17 નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં 230 સભ્યોની વિધાનસભામાં ભાજપે 163 બેઠકો જીતીને મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે આવી હતી. ભાજપે ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે કોઈને રજૂ કર્યા નથી.

    follow whatsapp