Odisha New CM Networth: 9 બેંકોમાં એકાઉન્ટ્સ...95 લાખની લોન, ઓડિશાના નવા CM આટલી સંપત્તિના માલિક

Odisha New CM Networth: ઓડિશાને નવા મુખ્યમંત્રી (Odisha New CM) મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મોહન ચરણ માઝીના નામ પર તેમની મંજૂરીની મહોર લગાવી દીધી છે.

 Odisha New CM Networth

Odisha New CM Networth

follow google news

Odisha New CM Networth: ઓડિશાને નવા મુખ્યમંત્રી (Odisha New CM) મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ મોહન ચરણ માઝીના નામ પર તેમની મંજૂરીની મહોર લગાવી દીધી છે. મંગળવારે તેમને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે. આજે મોહન માંઝી રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યમાં આ પહેલીવાર છે જ્યારે BJP Govt બનાવી રહી છે. તેઓ રાજ્યની કેઓંઝર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. જો આપણે નેટવર્થની  (Mohan Charan Manjhi Net Worth) વિશે વાત કરીએ, તો તેમની પાસે આશરે રૂ. 2 કરોડની સંપત્તિ છે અને રૂ. 95 લાખથી વધુની જવાબદારીઓ છે.

સંપત્તિની વિગતો ચૂંટણી પંચને આપવામાં આવી

MyNeta.info પર વિધાનસભા ચૂંટણી 2024 દરમિયાન ચૂંટણી પંચને આપવામાં આવેલા સોગંદનામા મુજબ મોહન ચરણ માઝીએ પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો રજૂ કરી હતી. ઓડિશાના નવા સીએમ પાસે સ્નાતકની ડિગ્રી છે અને તેમણે તેમની કુલ જંગમ અને સ્થાવર સંપત્તિ લગભગ 1.97 કરોડ રૂપિયા જાહેર કરી છે. આ સાથે તેણે આ સોગંદનામામાં પોતાની જવાબદારીઓ પણ જાહેર કરી અને કહ્યું કે તેના પર 95.58 લાખ રૂપિયાનું દેવું છે.

અમદાવાદ, સુરત સહિત આટલા જિલ્લાઓને ઘમરોળશે વરસાદ, આગામી 5 દિવસની વરસાદની મોટી આગાહી

પત્નીના નામે SBI માં FD

ચૂંટણી એફિડેવિટમાં આપવામાં આવેલી અન્ય માહિતી પર નજર કરીએ તો તેમની પાસે 30,000 રૂપિયા રોકડા છે, તેમની પત્ની પાસે 50,000 રૂપિયા રોકડા છે, જ્યારે 10.92 લાખ રૂપિયા પતિ-પત્નીના નામે અલગ-અલગ બેંક ખાતામાં જમા છે. ઓડિશાના નવા સીએમ દ્વારા બોન્ડ, શેર કે ડિબેન્ચરમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરવામાં આવ્યું નથી. જોકે, તેમની પત્નીના નામે SBIમાં ફિક્સ ડિપોઝિટ (SBI FD) છે, જેની કિંમત 51 લાખ રૂપિયા છે.  

    follow whatsapp