વાયનાડ : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, PM મોદીએ તેમનું અપમાન કર્યું છે. પીએમની સંસદમાં સ્પીચનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું કે, મારા નામની પાછળ ગાંધી કેમ લાગે છે, નહેરૂ કેમ નહી તે મારુ અપમાન છે. રાહુલે કહ્યું કે, ભારતમાં પિતાની સરનેમ વ્યક્તિની પાછળ લાગે છે. આ કદાચ મોદીને નહી ખબર હોય.
ADVERTISEMENT
રાહુલે કેરળમાં પોતાના સંસદીય વિસ્તારમાં સભા સંબોધી હતી
રાહુલે કેરળમાં પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં એક સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અદાણીનું નામ નથી લેતા. પીએમ મોદી રાજ્યસભા અને લોકસભામાં પોતાની વાત કરે છે, પરંતુ એકવાર ફરીથી અદાણીનું નામ તેમનાથી બોલી શકાતું નથી. જેનો અર્થ છે કે, સરકાર આ દલદલમાં ખુબ જ ખરાબ રીતે ફસાઇ ચુકી છે. તપાસથી સરકાર શા માટે ભાગી રહી છે?
પીએમને લાગે છે કે, તેઓથી બધા જ ડરી જશે
રાહુલે કહ્યું કે, પીએમ પોતે ખુબ જ શક્તિશાળી સમજે છે. તેમને લાગે છે કે, બધા તેમનાથી ડરી જશે. પરંતુ તેમને કદાચ ખબર નથી કે તેઓ અંતિમ વ્યક્તિ હશે જેનો મને ડર હશે. મે સંસદમાં જે પણ કહ્યું તે સત્ય કહ્યું હતું. મારા મનમાં ડર નહોતો. મારુ અપમાન કરવાથી કંઇ જ પ્રાપ્ત નહી થાય. સત્ય તો સામે આવી જશે.
પીએમ એટલા ડરી ગયા કે ભાષણમાં તેમના હાથ ધ્રુજતા હતા
રાહુલે કહ્યું કે, મારો ચહેરો જુઓ અને જ્યારે તેઓ બોલે છે તેને જુઓ.બોલતા બોલતા તેઓએ અનેક વાર પાણી પીધું. પાણી પીતા સમયે પણ તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. મારા ભાષણના એક હિ્સાને સંસદની કાર્યવાહીથી હટાવી દેવામાં આવ્યો પરંતુ પીએમના શબ્દો હટાવાયા નથી. મે કોઇનું અપમાન નથી કર્યું. મે લોકસભા અધ્યક્ષને એક પત્ર લખ્યો છે જેમાં તમામ પુરાવા સાથે દરેક પોઇન્ટ આપ્યા છે.
પીએમ લાંબા લાંબા ભાષણોમાં ક્યાંય અદાણી શબ્દ નથી બોલ્યા
આ દેશમાં દરેક માટે સંસદની કાર્યવાહી જોવી, દેશમાં શું થઇ રહ્યું છે તે જાણવું મહત્વપુર્ણ છે. પીએમ અને અદાણી વચ્ચે સાંઠગાંઠને સમજવી ઇમ્પોર્ટેટ છે. રાહુલે કહ્યું કે, થોડા દિવસો પહેલા મે સંસદમાં અમારા વડાપ્રધાન અને અદાણી અંગેનું ભાષણ આપ્યું હતું. મે બેહદ વિનમ્ર અને સન્માનજનક રીતે પોતાની વાતો રજુ કરી હતી. મે કોઇ પ્રકારે ખરાબ ભાષા કે ભાષણ કર્યું નથી. ન કોઇને અપશબ્દો કહ્યા છે મે માત્ર તથ્યોને ઉઠાવ્યા છે.
ADVERTISEMENT