PM Modi is Deng Xiaoping : અમેરિકી અબજોપતિ અને રોકાણકાર રે ડેલિયોએ વડાપ્રધાન મોદીના શાસનકાળના વખાણ કરતા કહ્યું કે, ભારતનો સંભવિત વિકાસદર વિશ્વના બાકી દેશો કરતા વધારે છે. તેમણે કહ્યું કે, તેમની પાસે ભારત સહિત વિશ્વના ટોપના 20 દેશોના આગામી 10 વર્ષના વિકાસ દરનું અનુમાન છે અને તેમાં સર્વશ્રેષ્ઠ ભારતનું સ્થાન છે.
ADVERTISEMENT
અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ છે રે ડેલિયો
અમેરિકાના લોસ એન્જિલ્સમાં UCLA કેમ્પસના રોયસ હોલમાં ઓલ ઇન સમિટ 2023 માં રે ડેલિયોએ કહ્યું કે, મને લાગે છે કે, ભારત આજે ત્યાં જ ઉભુ છે જ્યાં ચીન હતું. જ્યારે મે 1984 માં ત્યાં જવાનું શરુ કર્યું હતું. એટલા માટે જો તમે પ્રતિ વ્યક્તિ આવકના સ્વરૂપને જોશો, તો મને લાગે છે કે, મોદી ડેંગ જિયાઓપિંગ છે. તેમની પાસે મોટા પ્રમાણમાં સુધારો અને રચનાત્મક વિકાસ છે. ભારત ખુબ જ મહત્વપુર્ણ છે. મને નથી લાગતું કે કોઇ પણ મુદ્દો ભારતને અટકાવી શકશે.
તટસ્થ દેશો હંમેશા આગળ વધ્યા છે
ડેલિયોએ કહ્યું કે, ઇતિહાસમાં જે દેશ તટસ્થ હતા, તેમણે સૌથી સારુ પ્રદર્શન કર્યું.બીજા શબ્દોમાં તેવા દેશ યુદ્ધોમાં વિજેતાઓ કરતા પણ સારા રહ્યા. જો કે અમારા દેશ અમેરિકાનું ચીન અને તેના સહયોગીઓ, રશિયા અને આ પ્રકારના અન્ય દેશોની સાથે એક પ્રકારનો સંઘર્ષ છે, જો કે જે દેશ જેવા ભારત વચ્ચે વચ્ચેની સ્થિતિમાં છે, તેઓ તેનાથી લાભાન્વિત થવાના છે.
કોણ હતા ડેન જિયોઓપિંગ
ડેંગ જિયાઓપિંગ ચીનના એક ક્રાંતિકારી અને સુધારાવાદી નેતા હતા, જેમણે આઓત્સે તુંગના નિધન બાદ ચીનને બજારવાદી અર્થવ્યવસ્થાની તરફ આગળ વધાર્યું હતું. તેમણે ડિસેમ્બર 1978 થી નવેમ્બર 1989 સુધી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના સર્વોપરિ નેતા તરીકે કામ કર્યું હતું. 1976 માં માઓત્સે તુંગના નિધન બાદ ડેંગ ધીરે ધીરે ચીનના સર્વોચ્ચ નેતા બની ગયા હતા. ત્યારે માઓના મોત બાદ ચીન રાજનીતિક અને આર્થિક સંકટોથી ઘેરાઇ ગયું હતું.
આધુનિક ચીનના શિલ્પકાર હતા ડેન
માઓના મહાન સર્વહારા સાંસ્કૃતિક ક્રાંતિ અને ત્યાર બાદ જુથની લડાઇએ દેશને ઘણુ વધારે ગરીબ, નબળા અને અલગ-થલગ કરી દેવામાં આવ્યા હતા. જો કે ડેંગ જિયાઓપિંગે દેશની બાગડોર સંભાળી તો તેમણે બજાર અને અર્થવ્યવસ્થામાં સુધારાની એક લાંબી શ્રૃંખલાની શરૂઆત કરી. તેના કારણે ચીન આર્થિક રીતે ફરીથી સક્ષમ થઇ શકે. ડેંગને આ કારણે આધુનિક ચીનના વાસ્તુકાર પણ કહેવામાં આવે છે.
ADVERTISEMENT