નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે 1 વાગ્યે ચક્રવાત બિપોરજોય અંગે સમીક્ષા બેઠક યોજશે. જેમાં ચક્રવાતને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે NDRF સાથે જોડાયેલ એજન્સીઓ અને અધિકારીઓ આપત્તિ અને રાહત કામગીરીમાં સામેલ થશે.
ADVERTISEMENT
બિપોરજોય હવે એક તીવ્ર ચક્રવાતી તોફાન બની ગયું છે. તે 15 જૂન સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ત્રાટકે તેવી સંભાવના છે. ગુજરાતના સાત જિલ્લાઓમાં ચક્રવાતની અસરને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના દક્ષિણ અને ઉત્તરીય દરિયાકાંઠે સત્તાવાળાઓ દ્વારા માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ ખતરાની જાણ થતા 1300 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે NDRFની વધુ 2 ટીમ મોકલી
કેન્દ્ર સરકાર દ્વારા NDRFની વધુ 2 ટીમ ગુજરાત મોકલવામાં આવી છે. મહારાષ્ટ્રથી NDRFની 2 ટીમ ગુજરાત પહોંચશે. મહારાષ્ટ્રથી આવનારી NRDFની ટીમ રિઝર્વ રાખવામાં આવશે. અત્યારે કચ્છ, જામનગર અને દ્વારકામાં SDRF, NDRFની 2-2 ટીમ તૈનાત કરાઈ છે. જ્યારે ગીરસોમનાથ, જૂનાગઢ, મોરબી, પોરબંદરમા SDRF-NDRFની 1-1 ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમા NDRFની 1 ટીમ રિઝર્વ રખાઈ છે.
10 નંબરનું સિગ્નલ લગવાયું
ગુજરાતમાં સંભવિત ચક્રવાત બિપરજોયને ધ્યાનમાં રાખીને સાંભવિત અસર થનાર તમામ બંદરો પર 10 નંબરના સિગ્નલ સાથે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તમામ માછીમારોને પાણીમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
ADVERTISEMENT