અમદાવાદ : ગુજરાતના માથે બિપરજોય નામનું વાવાઝોડું ગુજરાત પર ગમે ત્યારે ત્રાટકે તેવી શક્યતા છે. જેના પગલે રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ચુકી છે. વડાપ્રધાન મોદીએ બપોરે 1 વાગ્યે મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના અધિકારીઓ, ગુજરાતના જિલ્લા કલેક્ટરો, IMD અને NDRF ના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. બિપરજોય વાવાઝોડાને પગલે થોડી વારમાં દિલ્હીમાં મહત્વની બેઠક યોજાઇ રહી છે. વડાપ્રધાન મોદી દ્વારા આ બેઠક બોલાવાઇ હતી.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ સોમવારે 1 વાગ્યે બેઠક યોજી. જેમાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. NDRF ના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાય તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 15 જુને બિપોરજોય વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ બંદરો પર મંગળવારે અને બુધવારે ભયસુચક સિગ્નલ લગાવી દેવાયા છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
મોરબી જિલ્લાના નવલખી બંદરે હાઇએલર્ટ જાહેર કરાયું છે. 10 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાને કારણે દરિયા કિનારાના મોટા ભાગના દરિયા કિનારાના વિસ્તારો પર તંત્ર સંપુર્ણ એલર્ટ છે. જ્યાં વાવાઝોડાની મહત્તમ અસર વર્તાય તેવા સ્થળો પર ગુજરાત સરકારના મંત્રીઓને જિલ્લાની સોંપણી કરી દેવામાં આવી છે. જેના પગલે ગુજરાત સરકારના મોટા ભાગના મંત્રીઓ હાલ દરિયાઇ પટ્ટીના કિનારાઓ પર સતત નજર રાખી રહ્યા છે. કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.
બીજી તરફ પીએમ મોદીએ મીટિંગમાંથી જ ગુજરાતના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સાથે ટેલિફોનિક વાત કરીને સ્થિતિને તાગ મેળવ્યો હોવાની માહિતી મેળવવામાં આવી રહી છે. ગુજરાત સરકારને તમામ પ્રકારની મદદ માટેની બાંહેધરી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત એનડીઆરએફ, આર્મી, એરફોર્સ સહિતની તમામ પાંખોને શક્ય તેટલી મદદ માટેની બાંહેધરી પણ આપવામાં આવી છે. ગુજરાતની સાથે તમામ પ્રકારે કેન્દ્ર દ્વારા મદદ માટેની બાંહેધરી આપવામાં આવી છે.
ADVERTISEMENT