લખનઉ : આવતા વર્ષે આયોજીત થનારી લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપ દ્વારા રણનીતિ બનાવવાની શરૂ કરી દેવામાં આવી છે. જે રાજ્યમાં ભાજપ સૌથી વધારે મજબુત છે અને સૌથી વધારે આશા પણ જે રાજ્ય પાસેથી છે તે ઉત્તર પ્રદેશમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. 2014 માં ભાજપનું એકતરફી રાજ યુપીમાં છો. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપને ખુબ જ સફળતા મળી છે. સારા પ્રદર્શન છતા પણ ભાજપ આ વખતે કંઇ પણ બાકી કરવા નથી માંગતી. ભાજપને આશંકા છે કે, લાંબા સમયથી સત્તા પર હોવાના કારણે એન્ટી ઇકમ્બન્સીનો સામનો કરવો પડી શકે છે. જેથી ભાજપ દ્વારા યુપીમાં લગભગ અડધો અડધ સાંસદોની ટિકિટ કાપીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ભાજપ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ સાંસદોમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. તે મોટેભાગે પશ્ચિમી અને પુર્વી યુપીમાં આ ઓપરેશન પાર પાડવામાં આવી શકે છે. હાલમાં સંગઠનનો હિસ્સો રહેલા નેતાઓમાં પણ ફેરફાર થઇ શકે છે. 75 થી વધારેની ઉંમરના સાંસદો, ઉપરાંત 2 કે 3 ટર્મ લડી ચુકેલા સાંસદોની ટિકિટો કાપે તેવી પ્રબળ શક્યકા છે. પોતાના સંસદીય વિસ્તારમાં નિષ્ક્રિય રહેલા સાંસદોના પત્તા પણ કપાઇ શકે છે. આ સાંસદોમાં કેટલાક તો એવા છે જેમણે 2019 માં હાઇપ્રોફાઇલ પ્રતિદ્વંદીઓને હરાવ્યા હતા. આ ઉપરાંત ઓછા માર્જિનથી જીતેલા સાંસદોના પત્તા પણ કપાઇ શકે છે. આ ઉપરાંત કોઇ કારણથી વિવાદમાં આવેલા સાંસદોનો પણ સમાવેશ થાય છે.
આવતા વર્ષની શરૂઆતે લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. ત્યાર બાદ માર્ચથી મે સુધી આ ચૂંટણી આયોજીત થઇ શકે છે. મે મહિનાની મધ્ય અથવા આખરે પરિણામોની જાહેરાત થઇ શકે છે. રિપોર્ટ અનુસાર ભાજપ યુપીમાં જે સાંસદોની ટિકિટો કપાઇ શકે છે તે સાંસદોની યાદી પણ તૈયાર થઇ ચુકી છે. જ્યારે પસંદગી સમિતી દ્વારા યુપી પર ચર્ચા ચાલુ થશે ત્યારે તેમને આ યાદી મોકલી આપવામાં આવશે તેવું પણ સુત્રોએ જણાવ્યું છે. યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી કે ધારાસભ્ય હોય તેવા પણ અનેક ચહેરાઓને લોકસભામાં ઉભા રાખવામાં આવી શકે છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટનો હિસ્સો તેવા કેટલાક સાંસદો પણ હોઇ શકે છે જેમને લોકસભામાં લડાવવામાં ન આવે પરંતુ પાછળથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉભા રાખવામાં આવી શકે છે.
યુપીના કેટલા સાંસદો હાલ કેબિનેટમાં છે?
અત્રે ઉલ્લેખનીય છે કે યુપીથી ભાજપના 11 સાંસદો છે જે હાલ કેન્દ્રીય કેબિનેટનો હિસ્સો છે. જેમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, મહેન્દ્રનાથ પાંડે, વીકે સિંહ, સંજીવ કુમાર બાલ્યા, અજય કુમાર મિશ્રા ટેની, કૌશલ કિશોર સહિતના મંત્રીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2019 માં હારેલા ઉમેદવારોની ટિકિટો પણ કપાઇ શકે છે. જેમાં શ્રાવસ્તી, ગાઝીપુર, ઘોસી, લાલગંજ, મૈનપુરી વગેરે સીટોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT