15 મિનિટથી વધારે મોડું થયું તો કપાશે અડધા દિવસનો પગાર, હવે સરકારી બાબુની બહાનાબાજી નહીં ચાલે

Central Government Employees Timing: સરકારી કચેરીઓમાં કર્મચારીઓ મોડા આવતા હોય તેમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ હવે ઓફિસે મોડા પહોંચનારા કર્મચારી સામે કડક કાર્યવાહી કરવાની શરૂ કરી દેવામાં આવી છે.

મોદી સરકારનો મોટો નિર્ણય

Central Government Employees Timing

follow google news

Central Government Employees Timing: સરકારી કચેરીઓમાં કર્મચારીઓ મોડા આવતા હોય તેમાં કોઈ નવાઈની વાત નથી. પરંતુ હવે ઓફિસે મોડા પહોંચનારા કર્મચારી સામે કડક કાર્યવાહી કરવાની શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને તેમને સમયસર ઓફિસ પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. ઓફિસ પહોંચવામાં 15 મિનિટથી વધુ વિલંબ થાય તો પગાર કાપી લેવાના કડક આદેશ આપવામાં આવ્યા છે.

15 મિનિટથી વધુ મોડું થયું તો પગાર કપાશે

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)એ સરકારી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓને કડક ચેતવણી આપી છે. આ મુજબ દેશભરમાં કેન્દ્ર સરકાર અંતર્ગત કામ કરતા કેન્દ્રીય કર્મચારીઓને માત્ર 15 મિનિટ મોડા આવવાની છૂટ છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓનો ઓફિસ સમય સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા હોય છે. આવી સ્થિતિમાં તમામ કર્મચારીઓને 9:15 સુધી ઓફિસ પહોંચવાની છૂટ છે. પરંતુ જો હવે કોઈ કર્મચારી સવારે 9:15થી વધુ મોડા પડે છે, તો તેમના અડધા દિવસનો પગાર કાપવામાં આવશે. ડીઓપીટીનો આદેશ દિગ્ગજ અધિકારીઓથી લઈને નાના-મોટા તમામ કર્મચારીઓને લાગુ પડશે.

DoPTએ આપ્યો કડક આદેશ

કોરોના કાળથી ઘણી સરકારી કચેરીઓમાં બાયોમેટ્રિક્સનો ઉપયોગ બંધ થઈ ગયો છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે હાજરી રેકોર્ડ કરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કરવાનું કહ્યું છે. ડીઓપીટીએ પોતાના આદેશમાં કહ્યું કે જો કર્મચારીઓ સવારે 9:15 વાગ્યા સુધીમાં ઓફિસ નહીં પહોંચે તો તેમનો અડધા દિવસની કેઝ્યુઅલ લીવ ગણવામાં આવશે. જોકે, જો કોઈ કર્મચારી ચોક્કસ દિવસે ઓફિસમાં સમયસર પહોંચી શકતા નથી, તો તેમણે તેમના ઉપરી અધિકારીને અગાઉથી જાણ કરવી પડશે. આ ઉપરાંત કર્મચારીઓએ કેઝ્યુઅલ રજા માટે અરજી કરવાની રહેશે. 

બધા માટે લાગુ થશે નિયમ

તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર હેઠળની ઓફિસોમાં કેટલાક કર્મચારીઓ મોડા આવતા હોય છે. ખાસ કરીને જુનિયર લેવલના કર્મચારીઓ મોટાભાગે ઓફિસમાં મોડા પહોંચે છે અને વહેલા નીકળી જાય છે. કર્મચારીઓની બેદરકારીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
 

    follow whatsapp