8 પૂર્વ સૈનિકોને PM મોદીએ નહી શાહરુખ ખાને છોડાવ્યા છે, સ્વામીનો ચોંકાવનારો દાવો

Modi government failed to release 8 former marines from Qatar. Subramanian Swamy's Shocking Claim of Soldiers Escaped from Shahrukh Khan's Efforts

ભારતના પૂર્વ નૌસૈનિકોને કતરે છોડ્યા

Qatar frees Indian ex-navy men

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સૈનિકો છુટ્યા તેમાં સરકારની કોઇ જ સિદ્ધિ નથી

point

શાહરુખ ખાનના પ્રયાસોના કારણે છુટ્યા પૂર્વ નૌસૈનિક

point

પીએમ મોદીએ UAE પ્રવાસમાં શાહરુખ ખાનને સાથે લઇ જવો જોઇએ

નવી દિલ્હી : BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, "મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને કતાર લઈ જવા જોઈએ."

🚨 Shocking revelation

PM મોદીના ટ્વીટ બાદ સ્વામીએ પ્રતિક્રિયા આપી

આ ટિપ્પણી પીએમ મોદીના ટ્વિટ બાદ આવી હતી. જેમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, "આગામી બે દિવસમાં, હું વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે UAE અને કતારની મુલાકાતે જઇ રહ્યો છું. જે આ બંન્ને દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે."

પૂર્વ સૈનિકોને છોડાવવાની ક્રેડિટ શાહરૂખ ખાનને જાય છે

આ ટ્વીટના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું કે, "મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને તેમની સાથે કતાર લઈ જવા જોઈએ કારણ કે MEA અને NSA કતારના શેખને સમજાવવામાં નિષ્ફળ ગયા હતા. મોદીએ ખાનને દરમિયાનગીરી કરવા વિનંતી કરી, અને આ રીતે કતાર પાસેથી 8 પૂર્વ નૌસૈનિકોને છોડાવવામાં મદદ મળી હતી. શેખે આખરે દેશના નૌકાદળના પૂર્વ અધિકારીઓને મુક્ત કર્યા હતા. 

મોદી સરકારના તમામ વિભાગ પૂર્વ સૈનિકોને છોડાવવામાં નિષ્ફળ

મોદીએ સિનેમા સ્ટાર શાહરુખ ખાનને તેમની સાથે કતાર લઈ જવા જોઈએ. કારણ કે MEA અને NSA કતારના શેખને સમજાવવામાં નિષ્ફળ ગયા હતા. મોદીએ ખાનને દરમિયાનગીરી કરવા વિનંતી કરવી પડી હતી. આ રીતે નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવા માટે કતારના શેખ પાસેથી ખર્ચાળ સમાધાન મેળવવામાં સફળતા મળી હતી. જેનું સંપુર્ણ શ્રેય માત્ર શાહરૂખ ખાનને જાય છે. 

8 પૂર્વ નૌસૈનિકોને મુક્ત કરવામાં સફળતા મળી

કતારએ 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ પૂર્વ અધિકારીઓને મુક્ત કર્યા હતા. સોમવારે, કતારની કોર્ટે તેની કસ્ટડીમાં તમામ આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કર્યા હતા. આ પૂર્વ સૈનિકોની મુક્તિ પછી, MEA એ જણાવ્યું, “ભારત સરકાર દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે. જેમને કતારમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમાંથી આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે કતાર રાજ્યના અમીર દ્વારા આ નાગરિકોની મુક્તિ અને વતન આવવાને સક્ષમ કરવાના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ.

અગાઉ, કતાર અને ભારત વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બાદ જેલમાં બંધ ભારતીય નૌકાદળના નિવૃત્ત સૈનિકોની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં પરિવર્તિત કરવામાં આવી હતી. 

 

સ્વામી પીએમ મોદી પર કરી રહ્યા છે પ્રહાર

સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તાજેતરના વિવિધ પ્રસંગોએ સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદી પર નિશાન સાધી રહ્યા છે. અર્થતંત્ર બાબતે પણ તે મોદી સરકાર પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે. 

રામ મંદિર મામલે પણ પીએમ પર કર્યો હતો પ્રહાર

તાજેતરમાં, અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા, તેમણે લખ્યું, “મોદી પ્રાણ પ્રતિષ્ઠા પૂજામાં મશગૂલ છે. જ્યારે પૂજામાં તેમનો પીએમનો દરજ્જો શૂન્ય છે, અને ન તો તેમણે તેમના અંગત જીવનમાં ભગવાન રામને અનુસર્યા છે, ખાસ કરીને તેમના જીવનમાં. તેમની પત્ની સાથેનું વર્તન કે છેલ્લા એક દાયકામાં પીએમ તરીકે તેમણે રામ રાજ્ય પ્રમાણે વર્તન કર્યું નથી.”

જો કે સ્વામીના દાવાને કોઇ સમર્થન પ્રાપ્ત નથી થયું

જો કે, ભૂતપૂર્વ ભારતીય નૌકાદળ અધિકારીઓની મુક્તિ અંગેના સુબ્રમણ્યમ સ્વામીના હાલના દાવાને કોઈ સમર્થન નથી કારણ કે કોઈ અધિકારીએ તેની પુષ્ટિ કરી નથી. પરંતુ હાલ તો સ્વામીના દાવાના કારણે સરકાર ખાસીયાણી પડી છે. કારણ કે સ્વામી પોતે ભાજપના દિગ્ગજ નેતા છે. જેને સરકાર પોતાની સિદ્ધિ તરીકે ગણાવી રહી છે તેની ક્રેડિટ પોતાના જ નેતા દ્વારા અન્ય કોઇને આપવામાં આવતા મોદી સરકાર અસહજ સ્થિતિમાં મુકાઇ છે. 

    follow whatsapp