Minimum Support Price : મોદી સરકાર 3.0ની બીજી કેબિનેટ બેઠક આજે (બુધવાર) યોજાઈ હતી. જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મોદી સરકારે ખેડૂતો ( Farmers ) ને મોટી ભેટ આપી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, 'ખરીફ પાક માટે MSP (ન્યૂનતમ ટેકાના ભાવ) વધારવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડાંગરની નવી MSP 2300 રૂપિયા હશે.'
ADVERTISEMENT
14 પાક પર MSP વધી
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'આજે કેબિનેટમાં ખેડૂતોના કલ્યાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે 14 ખરીફ પાકો પર MSPમાં વધારો કર્યો છે. ડાંગરની નવી MSP રૂ. 2,300 નક્કી કરવામાં આવી છે, જે અગાઉની MSP કરતાં રૂ. 117 વધુ છે. કપાસની નવી MSP 7,121 રહેશે. તેની બીજી વિવિધતા માટે નવી MSP 7,521 રૂપિયા હશે, જે પહેલા કરતા 501 રૂપિયા વધુ છે.'
કયા પાક પર MSP કેટલો વધ્યો?
પાક | MSP | ખર્ચ | ખર્ચથી વધુ | MSP 2023-24 | વધી MSP |
ડાંગર | 2300 | 1533 | 50 | 2183 | 117 |
જુવાર | 3371 | 2247 | 50 | 3180 | 191 |
બાજરી | 2625 | 1485 | 77 | 2500 | 125 |
રાગી | 4290 | 2860 | 50 | 3846 | 444 |
મકાઈ | 2225 | 1447 | 54 | 2090 | 135 |
તુવેર | 7550 | 4761 | 59 | 7000 | 550 |
મગ | 8682 | 5788 | 50 | 8558 | 124 |
અડદ | 7400 | 4883 | 52 | 6950 | 450 |
મગફળી | 6783 | 4522 | 50 | 6377 | 406 |
સૂર્યમુખી | 7280 | 4853 | 50 | 6760 | 520 |
સોયાબીન | 4892 | 3261 | 50 | 4600 | 292 |
તલ | 9267 | 6178 | 50 | 8635 | 632 |
કપાસ | 7121 | - | - | 6620 | 501 |
'વડાપ્રધાન મોદી હંમેશા ખેડૂતોને પ્રાથમિકતા આપે છે'
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'વડાપ્રધાન મોદી હંમેશા ખેડૂતોને પ્રાથમિકતા આપે છે. આ સરકારે પોતાના નવા કાર્યકાળમાં ખેડૂતોના હિતમાં નિર્ણયો લીધા છે. સરકારે ખરીફ સિઝન માટે નવી MSP નક્કી કરી છે. 2018માં ભારત સરકારે તેના બજેટમાં કહ્યું હતું કે MSP ખર્ચ કરતાં ઓછામાં ઓછો દોઢ ગણો હોવો જોઈએ. ખર્ચ CACP દ્વારા નક્કી કરવામાં આવે છે.'
મોદી કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણય
ADVERTISEMENT