મુંબઇ : મહારાષ્ટ્રમાં સતત વધી રહેલી રખડતા કુતરાઓની સંખ્યાને કાબુ કરવા માટે ધારાસભ્ય ઓમ પ્રકાશ બાબરાવ કડૂ ઉર્ફે બચ્ચુએ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, રખડતા કુતરાઓને સમ મોકલી દેવા જોઇએ. ત્યાંના લોકો કુતરાઓ ખાતા હોય છે. હાલ એક શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ મુકવો જોઇએ. ત્યાંના લોકો કુતરાઓ ખાય છે. જેથી તેમને ખોરાક મળી રહેશે અને આપણી સમસ્યાનો પણ ઉકેલ આવશે. જો આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહે તો સમગ્ર રાજ્યમાં તેને લાગુ કરવો જોઇએ. કડૂ પ્રહાર જનશક્તિ પાર્ટીના પ્રમુખ છે. તેઓ અચલપુરના ધારાસભ્ય પણ છે.
ADVERTISEMENT
કડુના નિવેદનના કારણે એનિમલ લવર્સમાં ભારે રોષ
કડુનું નિવેદન વિધાનસભામાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સામે આવ્યું. તેઓ રખડતા કુતરાઓથી થતી સમસ્યા અંગે ધારાસભ્ય પ્રતાપ સરનાઇક અને અતુલ ભાતખલકર દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન બોલી રહ્યા હતા. હવે તેમના નિવેદન પર ડોગ લવર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ તેને બિનજવાબદાર ગણાવી હતી. શિવસેનામાં એકનાથ શિંદેની બળવા બાદ બચ્ચુ કડુ પણ અસમની રાજધાની ગુવાહાટી ગયા હતા. તેમણે કહ્યુ કે, કુતરાઓની અસમમાં કિંમત છે. ત્યાં 8થી 9 હજાર રૂપિયામાં કુતરાઓ વેચાય છે. જ્યારે અમે ગુવાહાટી ગયા હતા માહિતી મળી કે જે પ્રકારે આપણે ત્યાં બકરાનું માસ ખાઇએ છીએ તે પ્રકારે ત્યાં કુતરાઓનું માંસ વેચાય છે. તેવામાં ત્યાંના વેપારીઓને બોલાવીને તેનો ઉપાય કરવાની જરૂર છે. એક દિવસ રખડતા કુતરાઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. તેના માટે આસામની સરકાર સાથે વાતચીત કરવાની જરૂર પડશે.
અસમ અને નાગાલેન્ડમાં ડોગ મીટ ખવાય છે
જો કે આ નિવેદન બાદ પશુપ્રેમીઓ ભડકી ઉઠ્યા હતા. પશુ અધિકારોની લડાઇ લડનારા કાર્યકર્તા અને પશુપ્રેમીઓએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, ધારાસભ્ય આ નિવેદન અમાનવીય અને અપમાનજનક છે. ઝારખંડના બોકારોથી ભાજપ ધારાસભ્ય બિરંચી નારાયણે હાલમાં જ રખડતા કુતરાઓના લોકો પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો રાજ્ય સરકાર સમસ્યાનું સમાધાન નથી શોધી શકતા, તો નાગાલેન્ડના લોકોને બોલવો સમસ્યા દુર થઇ જશે. બજેટ સત્ર દરમિયાન રાજ્ય વિધાનસભાનો દાવો કર્યો કે માત્ર રાંચીના ડોગ બાઇટ સેન્ટરમાં રોજના 300 લોકો આવે છે.
ADVERTISEMENT