નવી દિલ્હી : તૂર્કીમાં વિનાશકારી ભૂકંપના કારણે ભારે તબાહી મચી ચુકી છે. હવે સ્થિતિ સ્થિર છે અને મોટાભાગનું રાહત અને બચાવ કાર્ય પણ પુર્ણ થઇ ચુક્યું છે. બીજી તરફ તૂર્કીમાં કેટલાક ચમત્કાર પણ થઈ રહ્યા છે. તૂર્કીમાં ભૂકંપના 296 કલાક બાદ ત્રણ લોકોને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે આ ત્રણ લોકો 13 દિવસ સુધી કાટમાળની નીચે ભુખ્યા અને તરસ્યા હતા. જ્યારે આ મોટો ચમત્કાર જોઇને બચાવકર્મીઓ પણ હરખના આંસુને રોકી શક્યા નહોતા.
ADVERTISEMENT
46 હજાર લોકોનાં મોતની અધિકારીક પૃષ્ટી થઇ ચુકી છે
ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 46 હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ચુકી છે. રાહત અને બચાવ કામગીરી પણ પુર્ણતાના આરે પહોંચી ચુકી છે. તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં કુલ 46 હજારથી વધારે લોકોના મોતની પુષ્ થઇ ચુકી છે. કાટમાળને હટાવવાની કામગીરી હજી કેટલાક થોડા બાકી બચેલા વિસ્તારોમાં ચાલી રહી છે. 10માં દિવસે પણ કાટમાળ નીચેથી બે મહિલાઓ અને બે બાળકોને જીવતા બહાર આવ્યા છે.
રાહત અને બચાવકામગીરી લગભગ પુર્ણ થઇ ચુકી છે
આ પહેલા તૂર્કીના બચાવકર્મીઓએ વિનાશકારી ભૂકંપના આશરે 12 દિવસ બાદ શુક્રવારે એક 45 વર્ષના વ્યક્તિને કાટમાળ નીચેથી જીવતો બહાર કાઢ્યા હતા. ઠંડીના વાતાવરણમાં કાટમાળ નીચે બચાવકર્મીઓ દ્વારા સમગ્ર સપ્તાહ બચી ગયું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં બચી ગયેલા લોકોની સંખ્યા ઘટી ચુકી છે.
ધરતીકંપ બાદ અનેક ચમત્કાર જેવી ઘટનાઓ બની હતી
278 કલાક બાદ એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો. સીરિયન સરહદની પાસે એક દક્ષિણી પ્રાંત હાટેમાં 7.8 તીવ્રતાના ભૂકંપના 278 કલાક બાદ હકન યાસિનોગ્લુ નામના વ્યક્તિને બચાવી લેવાયા હતા. સોશિયલ મીડિયા પર દેખાતી તસવીરોમાં બચાવકર્મી સાવધાનીથી એક વ્યક્તિને ઈમારતના ખંઢેર વચ્ચે સ્ટ્રેચર પર લઈ જતા હતા. ગુરુવારે મોડી રાત્રે અને શુક્રવારે વહેલી સવારે ત્રણ અન્ય લોકોને બચાવી લેવાયા હતા. જેમાં એક 14 વર્ષના છોકરાનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT