અયોધ્યા : ઉત્તરપ્રદેશના લઘુમતી પંચે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લકીને કહ્યું છે કે, આગામી રમઝાન મહિના દરમિયાન મુસલમાનોની સુરક્ષા વધારે મજબુત બનાવવામાં આવે અને મસ્જિદો પર નિયમાનુસાર લાઉડસ્પીકર લગાવવામાં આવશે. પંચના અધ્યક્ષ અશફાક સૈફીએ જણાવ્યું કે, હું રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને તેમને તમામ જિલ્લા પ્રમુખો અને જિલ્લાધિકારીઓને રમઝાન દરમિયાન મુસ્લિમ સમુદાયના સભ્યોને સર્વોત્તમ સુવિધાઓ અને સુરક્ષા પ્રદાન કરાવવા માટે અપીલ કરી છે. રમઝાન 23 માર્ચથી શરૂ થાય તેવી શક્યતા છે. રમઝાન દરમિયાન ખાસ રીતે ઇદ અને શુક્રવારની નમાજ દરમિયાન પણ મસ્જિદોમાં નમાજીઓની ભારે ભીડ હોય છે. જેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી અપીલ કરી છે, જેથી કોઇ અપ્રિય ઘટના ન બને.
ADVERTISEMENT
મુસ્લિમ સમુદાયના લોકો તરફથી સ્પિકર હટાવવા અંગે મળી રહી છે ફરિયાદ
સૈફીએ દાવો કર્યો કે, મુસ્લિમ સમુદાયના લોકો તરફથી મોટા પ્રમાણમાં ફરિયાદો મળી છે કે, મસ્જિદો પર લાગેલા લાઉડ સ્પીકર તંત્ર દ્વારા પરાણે હટાવવામાં આવી રહ્યા છે. મે મુખ્ય સચિવને તે સુનિશ્ચિત કરવા માટે અપીલ કરી છે કે, લાઉડ સ્પીકર નિયમો અનુસાર લગાવવામાં આવે જેથી મુસ્લિમોની સુરક્ષા અને સદ્ભાવની લાગણી અનુભવાય. રાજ્ય સરકારે ધાર્મિક સ્થલો પર અનઅધિકૃત લાઉડ સ્પીકર હટાવવા માટે અભિયાન ચલાવ્યું હતું. અલ્હાબાદ હાઇકોર્ટના એક આદેશ બાદ રાજ્ય સરકારે આવા નિર્દેશ આપ્યા હતા. સૈફીએ મુસ્લિમ સમુદાયના સભ્યોને પણ અપીલ કરી હતી કે, તેઓ મસ્જિદ પરિસરોમાં થતી નમાજ અદા કરે અને તેમને રસ્તાઓ તથા જાહેર સ્થળો પર નમાજ અદા કરવાથી બચવું જોઇએ.
લઘુમતી પંચના અધ્યક્ષે સરકારને સંબોધિને લખ્યો પત્ર
ઉત્તરપ્રદેશ લઘુમતી પંચના અધ્યક્ષ દ્વારા મુખ્ય સચિવને સંબોધિત પત્રને પ્રદેશના પોલીસ મહાનિર્દેશક અને તમામ જિલ્લા અધિકારીઓ, તમામ જિલ્લા પોલીસ પ્રમુખો અને પોલીસ અધિકારીઓને પણ મોકલવામાં આવ્યો છે. તેમાં રમઝાન દરમિયાન મસ્જિદોમાં પ્રકાશની વ્યવસ્થા, સાફ સફાઇ, વિજળી અને પાણીનો પુરવઠ્ઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT