નવી દિલ્હી: રામ નવમીના અવસર પર અનેક રાજ્યોમાં હિંસા બાદ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે હનુમાન જયંતિને લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારોને હનુમાન જયંતિને ધ્યાનમાં રાખીને સતર્ક રહેવા જણાવ્યું છે.
ADVERTISEMENT
આવતીકાલે 6 એપ્રિલે દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ગૃહમંત્રાલયે ટ્વિટ કરી કહ્યું કે, “ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને કાયદો અને વ્યવસ્થા જાળવવા, તહેવારનું શાંતિપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા અને સમાજમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનારાઓ પર તકેદારી રાખવા જણાવ્યું છે .
આ પણ વાંચો: દેશમાં કોરોનાએ વધારી ચિંતા, છેલ્લા 4 દિવસમાં મૃત્યુ દરમાં થયો 200 ટકાનો વધારો
દિલ્હીમાં આ કારણે પોલીસ છે એલર્ટ મોડ પર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હનુમાન જયંતિને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. દિલ્હી પોલીસના જવાનોએ હનુમાન જયંતિના એક દિવસ પહેલા બુધવારે જહાંગીરપુરી વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. દિલ્હી પોલીસ ઉપરાંત પેરા મિલિટરી ફોર્સના જવાનો પણ જહાંગીરપુરીમાં હાજર છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જહાગીરપુરી વિસ્તારના જી બ્લોકમાં હનુમાન જયંતિ શોભા યાત્રા પર પથ્થરમારો બાદ હિંસા ભડકી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT