અંકારા : તુર્કી અને સીરિયામાં ભુકંપમાં ભારે તબાહીના કારણે સ્થિતિ વિસ્ફોટક છે. તુટેલી ઇમારત અને કાટમાળમાં અનેક જીવ ફસાયેલા છે. મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. 28 હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. લાખો ઘાયલ હોવાનું સામે આવી રહ્યું છે. આ મહાવિનાશક ભૂકંપની એક મોટી સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે. લોકો સતત આવી રહેલા આફ્ટર શોક અને હજી પણ ધરતીકંપ આવી શકે તેવી શક્યતાઓને જોતા પલાયન કરી રહ્યા છે. સૌથી વધારે પલાયન તુર્કીના ગાજિયાટેપ, હટાઇ, નૂરદગી અને મારશ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
લોકોના ટ્રાન્સપોર્ટેશન અને રહેણાંક સૌથી મોટો પડકાર
હવે પલાયન થઇ રહ્યો છે તો લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ કડીમાં તુર્કિશ અને પેગાસસ એરલાઇન્સ દ્વારા ફ્રી એર ટિકિટની જાહેરાત કરી છે. પ્રભાવિત વિસ્તારમાંથી લોકો ઇસ્તાંબુલ, અંકારા, અંતાલિયા જેવા સ્થળો પર લઇ જવાની વાત થઇ છે. આ ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટીની જે હોસ્ટેલ છે, તેને પણ લોકો શરણ આપવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. આ સમયે તો GAZIANTAP એરપોર્ટ પરથી પણ તસ્વીરો સામે આવી છે. તેમને જોઇને હાલમાં સ્થિતિનું પેનિક ખ્યાલ આવી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત વિસ્તારથી બહાર નિકળવાની તૈયારી કરી રહ્યા છે.
તુર્કીમાં અનેક સ્થળો પર રેસક્યુ ઓપરેશન ચાલું
હાલની સ્થિતિની વાત કરીએ તો તુર્કીમાં અનેક સ્થળો પર મોટા મોટા રેસક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે. ભારત તરફથી પણ એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. ઇન્ડિયન આર્મીએ જે તુર્કીમાં હોસ્પિટલ પણ બનાવી છે. ઘાયલોને તત્કાલ સારવાર આપવામાં આવી રહી છે. તબાહી મોટા સ્તર પર થઇ છે. અનેક ઇમારતો જમીનદોસ્ત થઇ છે, એવામાં સ્થિતિ સામાન્ય થવામાં હજી પણ ઘણો લાંબો સમય જવાનો છે. માનવામાં આવી રહ્યું છે કે, નવી ઇમારતો ઉભી કરવામાં જ એક વર્ષ કરતા નિકળી જશે.
કાટમાળ સમેટવો સૌથી મોટો પડકાર છે
હવે કાટમાળને સમેટવો પડકાર છે તો બીજી તરફ ભુકંપ બાદ લુટફાટ પણ પરેશાનીનું કારણ બની ગઇ છે. તુર્કીમાં લુંટફાટની ઘટનાઓ પણ વધી ગઇ છે. પોલીસે ભુકંપ બાદ લુટફાટ મચાવનારા 48 લોકોની ધરપકડ કરી છે. તુર્કીની સમાચાર એજન્સી અનાદોલુના અનુસાર 6 ફેબ્રુઆરીએ આવેલા શક્તિશાળી 7.8 મેગ્નીટ્યુટના ભુકંપના ઝટકા બાદ લુંટફાટના કિસ્સાઓમાં વધારો જોવા મળે છે. આ ઘટનાઓ બાદ તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.
ADVERTISEMENT