નવી દિલ્હી : પોતાના દેશને છોડીને બીજા દેશોમાં પોતાનું ઘર શોધનારા લોકોમાં સૌથી મોટી સંખ્યા ચીનની છે. જ્યાંથી આ વર્ષે 13,500 અમીરો પલાયન થાય તેવું અનુમાન છે. જ્યારે ગત્ત વર્ષે 10,800 અમીર ચીની છોડીને બીજા દેશોમાં જઇને વસી ગયા હતા. આ વર્ષે લાખો લોકો સારા રોજગાર માટે વિદેશ જાય છે. જો કે આ બધા વચ્ચે સેંકડો એવા અમીર લોકો છે, જે પ્રતિ વર્ષ દેશ છોડીને વિદેશમાં વસી જાય છે. આમ તો અમીર લોકો વિદેશમાં જઇને વસવું કોઇ નવી વાત નથી.
ADVERTISEMENT
ઉદ્યોગપતિઓ એક પછી એક દેશ છોડી રહ્યા છે
એક રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે , આ વર્ષે પણ મોટા પ્રમાણમાં અમીર ભારતીયો દેશ છોડી શકે છે. આમ તો સૌથી વધારે આ વર્ષે ચીનથી કરોડપતિ બીજા દેશમાં જઇને વસશે. ભારત આ યાદીમાં બીજા નંબર પર છે. એવામાં ભારત માટે થોડો ચિંતાનો વિષય છે કે આખરે કરોડપતિ દેશ કેમ છોડી રહ્યા છે.
હેનલે પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ 2023 અનુસાર 2023 માં 6500 હાઇ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ્સ એટલે કે HNI દેશ છોડીને જઇ શકે છે. જો કે આ સંખ્યા ગત્ત વર્ષની તુલનાએ ઓછી છે. જ્યારે સાડા હજાર HNI ભારત છોડીને ગયા હતા.
2022 માં 7500 ભારતીયોએ છોડ્યો દેશ
સમગ્ર વિશ્વમાં વેલ્થ અને ઇન્વેસ્ટમેન્ટ માઇગ્રેશન પર નજર રાખનારી હેનલેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પોતાના દેશને છોડીને બીજા દેશોમાં પોતાનું ઘર બનાવનારાઓમાં સૌથી વધારે સંખ્યા ચીનની છે, જ્યાંથી આ વર્ષે 13,500 અમીરોના પલાયનનું અનુમાન છે. જ્યારે ગત્ત વર્ષે 10,800 અમીર ચીન છોડીને બીજા દેશમાં જઇને વસી ગયા હતા.
આ યાદીમાં ત્રીજા નંબર પર બ્રિટન છે, જ્યાંથી આ વર્ષે 3200 કરોડપતિઓના દેશ છોડવાનું અનુમાન છે. બીજી તરફ રશિયાથી 3 હજાર હાઇ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલના બીજા દેશોમાં જવાનું અનુમાન છે અને આ યાદીમાં ચોથા નંબર પર છે.
સમગ્ર વિશ્વમાં અમીરોના પલાયનનો ટ્રેન્ડ
જો કે મોટાભાગના જાણકારોનું માનવું છે કે, કરોડપતિઓનું દેશ છોડવું કોઇ મોટી ચિંતાની વાત નથી. તેની પાછળ દલીલ છે કે, 2031 સુધી કરોડપતિઓની વસતી લગભગ 80 ટકા સુધી વધી શકે છે. આ દરમિયાન ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વધતી વેલ્થ માર્કેટમાંથી એક હશે. આ સાથે જ દેશમાં ફાઇનાન્શિયલ સર્વિસ, ટેક્નોલોજી, ટેક્નોલોજી અને ફાર્મા સેક્ટરમાં સૌથી વધારે કરોડપતિ લોકો નિકળશે. તેવામાં ભારતની દ્રષ્ટીએ આ નંબર 2022 માં ઘટી જવી એક રાહતના સમાચાર છે.
અમીર લોકો કયા કારણથી પોતાનો દેશ છોડે છે?
આ સવાલ પેદા થાય છે કે, આખરે અમીર લોકો પોતાનો દેશ છોડીને કેમ જતા રહે છે. ભારતમાં ટેક્સ સાથે જોડાયેલા નિયમોમાં જટિલતાઓના કારણે પ્રતિવર્ષ હજારો અમીર દેશ છોડીને જતા રહે છે. સમગ્ર વિશ્વના અમીરોને ઓસ્ટ્રેલિયા, દુબઇ અને સિંગાપુર જેવા સ્થળો સૌથી વધારે પસંદ આવી રહ્યા છે કારણ કે અમીર તે દેશમાં જવાનું પસંદ કરે છે જ્યાં ટેક્સ અંગેના નિયમો લચીલા હોય.
અનેક દેશોના ઉદ્યોગપતિઓ છોડી રહ્યા છે દેશ
આ રિપોર્ટ અનુસાર યુકે, રશિયા, બ્રાજીલ, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, મૈક્સિકો, દક્ષિણ આફ્રિકા, જાપાન, વિયતનામ, નાઇજીરિયા સાથે પણ ગત્ત વર્ષની તુલનાએ વધારે અમીર પલાયન કરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા, યુએઇ, સિંગાપુર, અમેરિકા, સ્વિત્ઝરલેન્ડ, કેનેડા, ગ્રીસ, ફ્રાંસ, પુર્ટુગીઝ, ન્યૂઝીલેન્ડ અને ઇટાલીમાં ગત્ત વર્ષની તુલનાએ આ વર્ષે વધારે વિદેશી અમીર જઇને વસી શકે છે.
ઓસ્ટ્રેલિયા લોકોની સૌથી પસંદગીના સ્થળો
કરોડપતિઓ માટે ઓસ્ટ્રેલિયા સૌથી પસંદગીના સ્થળો હોવાના કારણે અનેક ખાસ વાત છે. ઓસ્ટ્રેલિયાનું વાતાવરણ, સમુદ્ર કિનારા, સેફ્ટી એન્ડ સિક્યુરિટી, સારી હેલ્થ સિસ્ટમ, ક્વોલિટી ઓફ લાઇફ, ઉચ્ચ એજ્યુકેશનની તક, સરળ ટેક્સ પ્રણાલી અને સારી અર્થવ્યવસ્થા હોવાના કારણે મોટા ભાગના અમીર લોકો ઓસ્ટ્રેલિયામાં વસવાનું પસંદ કરશે.
ADVERTISEMENT