નવી દિલ્હી : ભારતીય નાગરિક દેશોમાં સ્થાયી થવાના મામલામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 અનુસાર 2023માં 6500 હાઈ નેટવર્થ વ્યક્તિઓ એટલે કે HNI દેશ છોડી શકે છે. અમીર લોકો માટે દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવું એ નવી વાત નથી. પરંતુ વિશ્વવ્યાપી મંદીના ભય વચ્ચે ભારતની ઝડપી વૃદ્ધિ છતાં અહીંથી અન્ય દેશોમાં નાગરિકોનું સ્થળાંતર આઘાતજનક બાબત છે. ભારત છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવાના મામલામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ 2023 અનુસાર 2023માં 6500 હાઈ નેટવર્થ વ્યક્તિઓ એટલે કે HNI દેશ છોડી શકે છે.
ADVERTISEMENT
જો કે ગયા વર્ષની સરખામણીમાં આ સંખ્યા ઓછી છે, ગત્ત વર્ષે 7.5 હજાર HNIs ભારત છોડી ગયા હતા. 2022માં 7500 ભારતીયોએ દેશ છોડી દીધો, વિશ્વભરમાં સંપત્તિ અને રોકાણના સ્થળાંતર પર નજર રાખતી હેન્લીના રિપોર્ટ અનુસાર ચીનમાં સૌથી વધુ એવા લોકો છે કે, જેમણે પોતાના દેશ સિવાય અન્ય દેશોમાં પોતાનું ઘર બનાવ્યું છે. જ્યાંથી આ વર્ષે 13.5 હજાર ધનિકોની હિજરત કરી શકે છે. આ યાદીમાં ત્રીજા નંબરે બ્રિટન છે, જ્યાંથી આ વર્ષે 3200 કરોડપતિઓ દેશ છોડે તેવી શક્યતા છે. બીજી તરફ, રશિયામાંથી 3 હજાર હાઈ નેટવર્થ વ્યક્તિઓ અન્ય દેશોમાં જવાની અપેક્ષા છે અને તે આ યાદીમાં ચોથા નંબરે છે.
જો કે મોટાભાગના નિષ્ણાંતો માને છે કે, કરોડપતિઓનું દેશ છોડીને જવું એ કોઈ મોટી ચિંતાનો વિષય નથી. તેની પાછળની દલીલ એ છે કે 2031 સુધીમાં કરોડપતિઓની વસ્તી લગભગ 80 ટકા સુધી વધી શકે છે. આ સમય દરમિયાન ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા સંપત્તિ બજારોમાંનું એક હશે. આ સાથે દેશમાં નાણાકીય સેવાઓ, ટેક્નોલોજી અને ફાર્મા ક્ષેત્રોમાંથી સૌથી વધુ કરોડપતિઓ ઉભરી આવશે. આવી સ્થિતિમાં 2022 માં આ સંખ્યા ઘટાડવી એ ભારતના દૃષ્ટિકોણથી મોટી રાહતના સમાચાર છે. શા માટે શ્રીમંત લોકો પોતાનો દેશ છોડે છે.
જો કે હજુ પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે શ્રીમંત લોકો પોતાનો દેશ કેમ છોડે છે. વાસ્તવમાં ભારતમાં ટેક્સ સંબંધિત નિયમોમાં જટિલતાઓને કારણે દર વર્ષે હજારો અમીર લોકો દેશ છોડી દે છે. દુનિયાભરના અમીરોને દુબઈ અને સિંગાપોર જેવી જગ્યાઓ સૌથી વધુ પસંદ આવી રહી છે કારણ કે અમીરો એવા દેશમાં જવાનું પસંદ કરે છે. જ્યાં ટેક્સ સંબંધિત નિયમો લચીલા હોય. ટેક્સ નિયમોમાં જટિલતાને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ નાણા મંત્રાલયને ઘેરતા જોવા મળ્યા છે. પીઢ આઈટી કંપની ઈન્ફોસિસના ભૂતપૂર્વ બોર્ડ મેમ્બર ટીવી મોહનદાસ પાઈએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, નાણા મંત્રાલયે HNIs માટે જીવન મુશ્કેલ બનાવી દીધું છે. તેમણે કહ્યું કે ટેક્સ નિયમોને સરળ બનાવવા જોઈએ.
ADVERTISEMENT