5 રાજ્યોની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ઓનલાઈન જાહેરાતો પાછળ ખર્ચ્યા કરોડો રૂપિયા, આંકડા જોઈને તમે ચોંકી જશો

Meta Google Advertisements In Gujarati: દેશમાં રાજકીય પક્ષો જાહેરાતો પાછળ લાખો અને કરોડો રૂપિયા ખર્ચે છે. પાંચ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં…

gujarattak
follow google news

Meta Google Advertisements In Gujarati: દેશમાં રાજકીય પક્ષો જાહેરાતો પાછળ લાખો અને કરોડો રૂપિયા ખર્ચે છે. પાંચ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન નવેમ્બર મહિનામાં અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતોની ભરમાર હતી. આ જાહેરાતો ફ્રીમાં પ્રકાશિત થતી નથી. આ માટે સંબંધિત રાજકીય પક્ષોએ પૈસા ચૂકવવા પડે છે. ટોચના 20 રાજકીય જાહેરાતકારોએ માત્ર નવેમ્બર મહિનામાં જ ઓનલાઈન જાહેરાતો પર 40 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. રાજકીય પક્ષોએ એકલા Facebook અથવા Instagram (Meta) પર રૂ. 5.98 કરોડ ખર્ચ્યા હતા, જ્યારે ગૂગલના માધ્યમથી રૂ.36.31 કરોડ રૂપિયામાં 15,405 રાજકીય જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી હતી.

જાણો કેટલા રૂપિયા કર્યા ખર્ચ?

ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમોએ મેટા પ્લેટફોર્મ પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જાહેરાતોની પાછળ રૂ.2.58 કરોડ ખર્ચ્યા છે, જ્યારે કોંગ્રેસે જાહેરાતો પાછળ રૂ. 2.24 કરોડ ખર્ચ્યા છે. ગૂગલ જાહેરાતો પર કોંગ્રેસે 14.3 કરોડ રૂપિયા, BRSએ 12.1 કરોડ રૂપિયા અને ભાજપે 4.16 કરોડ રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચ્યા છે. મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સોશિયલ મેટા હેઠળ આવે છે,
જેમાં ઓનલાઈન જાહેરાત પ્રકાશિત થાય છે.

Google જાહેરાતો પર રૂ. 206.2 કરોડ ખર્ચ્યા

લગભગ 80 ટકા પૈસા ગૂગલ એડવર્ટાઇઝિંગ પર ખર્ચવામાં આવ્યા છે. વીડિયો જાહેરાતો પર 28.9 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, જ્યારે ઈમેજ અથવા તસવીર પર 20 ટકા પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે. જો આપણે ગૂગલ જાહેરાતની વાત કરીએ તો 20 ફેબ્રુઆરી 2019થી લઈને અત્યાર સુધીમાં 206.2 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેમાં ભાજપે 49.4 કરોડ રૂપિયા, ડીએમકેએ 21.3 કરોડ રૂપિયા અને કોંગ્રેસે 4.6 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

જાહેરાતો પર ખૂબ પૈસા ખર્ચે છે રાજકીય પક્ષો

ટોચના 20 રાજકીય પક્ષોના મેટા પેજ પર પ્રકાશિત જાહેરાતો પર નજર કરીએ તો અલગ-અલગ આંકડાઓ દેખાય છે. કોંગ્રેસે 1,263 જાહેરાતો પર કુલ 2.05 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જ્યારે ભાજપે 3,122 જાહેરાતો પર 1.53 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આપને જણઆવી દઈએ કે, દરેક ચૂંટણીમાં વિધાનસભા હોય કે લોકસભા તમામ પક્ષો ઓનલાઈન જાહેરાતો પર ખૂબ પૈસા ખર્ચે છે.

    follow whatsapp