PM Modi Giorgia Meloni Selfie: સંયુક્ત આરબ અમીરાત (UAE)માં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી ઘણા મોટા નેતાઓ દુબઈ પહોંચ્યા છે. પીએમ મોદી પણ આ સમિટમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીની ઈટલીના પીએમ સાથે મુલાકાત થઈ હતી. જે દરમિયાન ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક સેલ્ફી લીધી હતી. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
PM મેલોનીએ શેર કરી સેલ્ફી
ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પીએમ નરેન્દ્ર મોદી સાથે એક સેલ્ફી શેર કરી છે. પોતાના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર આ સેલ્ફી શેર કરતી વખતે PM મેલોનીએ #Melodi હેશટેગનો ઉપયોગ કર્યો છે. તેમણે કેપ્શનમાં પણ લખ્યું છે કે, ”COP28માં સારા મિત્ર. #Melodi.” સેલ્ફીમાં બંને હસતા જોવા મળે છે. આ સેલ્ફી ઈટલીના પીએમ મેલોનીએ COP28 દરમિયાન ક્લિક કરી હતી.
શુક્રવારે ભારત આવવા રવાના થયા હતા PM મોદી
જણાવી દઈએ કે PM મોદી દુબઈમાં આયોજિત COP28 સમિટમાં હાજરી આપ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ભારત આવવા માટે રવાના થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે, ‘દુબઈ તમારો ધન્યવાદ.’ COP28 સમિટ 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી ગુરુવારે દુબઈ પહોંચ્યા હતા અને શુક્રવારે ભારત આવવા રવાના થયા હતા.
ADVERTISEMENT