One Nation One Election: દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવા અંગે રચાયેલી કમિટીની બીજી મીટિંગ આયોજીત કરવામાં આવી. જેમાં લૉ કમીશનને તૈયાર કરાયેલા રોડમેપને રજુ કર્યો હતો.
ADVERTISEMENT
One Nation One Election Meeting
દેશમાં વન નેશન વન ઇલેક્શન અંગે બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતીની બીજી બેઠક આયોજીત થઇ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે, જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ ઉપરાંત કાયદાપંચના ચેરમેન ઋતુ રાજ અવસ્થી હાજર રહ્યા હતા. આ દરમિયાન લૉ કમીશનની તરફથી એક રોડમેપ રજુ કરવામાં આવ્યો.
સુત્રોએ જણાવ્યું કે, બેઠકમાં લૉ કમીશને માહિતી આપી છે કે, વન નેશન, વન ઇલેક્શનને જો દેશમાં લાગુ કરવું છે તો તેના માટે કાયદો અને સંવિધાનમાં સંશોધન કરવા પડશે.
2024 માં ચૂંટણી શક્ય નથી
સુત્રો અનુસાર કમીશને કમિટીને જણાવ્યું કે, હાલ 2024 ની ચૂંટણીમાં વન નેશન વન ઇલેક્શનને લાગુ કરવાનું શક્ય નથી, જો કે 2019 માં તેને લાગુ કરવામાં આવી શકે છે. તેની પહેલા સંવિધાનમાં સંશોધન કરવું પડશે.
સમિતીએ પોતાની બીજી બેઠકમાં આ વખતે લૉ કમીશનના ચેરમેનને પણ સમાવેશ થવા માટે આમંત્રિત કર્યા હતા. સમિતી જાણવા માંગે છે કે, દેશમાં એક સાથે ચૂંટણી કેવી રીતે કરાવી શકાય છે. તેના માટે કાયદા પંચ પાસે ભલામણ અને વિચાર જાણવા માટે બોલાવવામાં લાવ્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં રચાઇ હતી કમિટી
કે્દ્ર સરકાર તરફતી શનિવારે વન નેશન, વન ઇલેક્શન પર કેવી રીતે કામ કરવામાં આવે, તે અંગે 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને નિયુક્ત કરવામાં આવ્યા હતા. બીજી તરફ કાયતામંત્રી અરૂજન રામ મેઘવાલને વિશેષ આમંત્રી સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યા.
આ ઉપરાંત કમિટીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભાના પૂર્વ નેતા પ્રતિપક્ષ ગુલામ નબી આઝાદ, નાણા કમિશનના પૂર્વ ચેરમેન એનકે સિંહ, લોકસભા પૂર્વ મહાસચિવ સુભાષ સી કશ્યપ, પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે અને પૂર્વ સીવીસી સંજય કોઠારી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જો કે ત્યાર બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, તેઓ કમિટીમાં જોડાશે નહી.
ADVERTISEMENT