દવા ચોર નર્સે દવાના બદલે દર્દીઓને ચડાવી દીધું પાણી, 10 લોકોનાં મોત નિપજ્યાં

નવી દિલ્હી : અમેરિકાના મોડફોર્ડની હોસ્પિટલમાં નર્સની કરતુતના કારણે આશરે 10 લોકોનાં મોત નિપજ્યાં છે. આરોપ છે કે, નર્સે દવાની બોટલના બદલે પાણીની બોટલ ચડાવી…

Nurse theft medicine

Nurse theft medicine

follow google news

નવી દિલ્હી : અમેરિકાના મોડફોર્ડની હોસ્પિટલમાં નર્સની કરતુતના કારણે આશરે 10 લોકોનાં મોત નિપજ્યાં છે. આરોપ છે કે, નર્સે દવાની બોટલના બદલે પાણીની બોટલ ચડાવી દીધી હતી.

એક નર્સની કરતુતના કારણે 10 લોકોનાં મોત

એક નર્સની કરતુતના કારણે આશરે 10 દર્દીઓના મોત નિપજ્યાં છે. ન્યૂયોર્ક પોસ્ટના અનુસાર યુએસમાં મેડફોર્ડે અસાંતે રીજનલ મેડિકલ સેંટરમાં એક નર્સે ફોટાનિલ ઇટ્રાવેનસ (IV) ડ્રિપને પાણીની બોટલ સાથે બદલી દીધા હતા. આ વાતની શંકા ત્યારે ગઇ જ્યારે એક કર્માચારી પર જ હોસ્પિટલની દવા ચોરવાનો આક્ષેપ લાગ્યો હતો. હોસ્પિટલ તંત્ર દ્વારા આ અંગેની માહિતી પોલીસને આપી હતી.

હોસ્પિટલમાં 10  લોકોના ઇન્ફેક્શનના કારણે મોત

રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં આશરે 10 લોકો ઇન્ફેક્શનના કારણે મોત નિપજ્યાં. સુત્રોએ તેમ પણ જણાવ્યું કે, ફેંટાનિલ નામની દર્દનાશક દવાને પહેલા જ ગાયબ કરી દેવામાં આવી હતી. તેવામાં તેને કવર કરવા માટે નર્સે સામાન્ય પાણીને આ બોટલમાં ભરી દીધું હતું. આ પાણી દર્દીઓ માટે ખતરનાક હતું. તેને ચડાવ્યા બાદ દર્દીઓની તબિયત લથડવા લાગી હતી.

મૃતકના સંબંધીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવાઇ

બે લોકોએ હોસ્પિટલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી અને કહ્યું કે, બેદરકારીના કારણે તેમના સંબંધીઓના મોત થઇ ચુક્યા છે. તેમને ફેંટાનિલના બદલે નોન સ્ટેરાઇલ વોટર અપાયું હતું. આ મામલે પોલીસે કહ્યું કે, તપાસ ચાલી રહી છે. તે વાત સાચી છે કે, હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીઓના જીવ ગયા છે. જો કે આ વાતની પૃષ્ટી નથી થઇ શકી કે બોટલમાં દવાના બદલે પાણી ભરવાના કારણે તેવું થયું હોય.

પોલીસે કહ્યું કે, હાલ તમામ બાબતે તપાસ ચાલુ

પોલીસનું કહેવું છે કે, તેઓ એવા કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. દર્દીઓની પુછપરછ કરવાથી માહિતી મળી શકે છે કે, કયા કર્મચારીઓનો વ્યવહાર સારો નથી. આ ઉપરાંત હેલ્થકેર સાથે જોડાયેલા લોકો પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. મોતનું કારણ શું હોઇ શકે છે. આ મામલે કોઇની ધરપકડ કરવામાં આવી છે કે નહી, તેની માહિતી હજી સુધી મળી શકી નથી.

    follow whatsapp