નવી દિલ્હી: મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોકે 5મી વખત પોતાના લગ્નની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેણે તેની પાર્ટનર એન લેસ્લી સ્મિથ સાથે સગાઈની જાહેરાત કરી છે. લેસ્લી પોલીસ અધિકારીઓ માટે કાઉન્સેલિંગનું કામ કરતી હતી. લગ્નની જાહેરાતથી લોકો એટલા માટે હેરાન છે કારણ કે મર્ડોક 92 વર્ષના છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક ઈવેન્ટ દરમિયાન તેમની મુલાકાત 66 વર્ષીય લેસ્લી સાથે થઈ હતી.
ADVERTISEMENT
તેમણે પોતાના એક પ્રકાશન ન્યૂયોર્ક પોસ્ટમાં કહ્યું, ‘મને પ્રેમમાં પડવાનો ડર લાગતો હતો. જોકે મને ખબર હતી કે તે મારો છેલ્લો પ્રેમ હશે. આ વધુ સારો હશે. હું ખુશ છું.’ તમને જણાવી દઈએ કે, મર્ડોક ગયા વર્ષે જ તેમની ચોથી પત્ની જેરી હોલથી અલગ થઈ ગયા છે. બીજી તરફ, લેસ્લી સ્મિથ વિશે તેણે કહ્યું કે તેને પ્રપોઝ કરતી વખતે તે નર્વસ હતા. લેસ્લી વિશે વાત કરીએ તો, તેના પતિનું મોત થઈ ગયું છે. તે વ્યવસાયે સિંગર અને રેડિયો ટીવી એક્ઝિક્યુટિવ હતા.
લેસ્લી સ્મિથે સંબંધ પર શું કહ્યું?
મર્ડોક સાથેના સંબંધો અંગે લેસ્લીએ કહ્યું, ‘આ અમારા બંને માટે ભગવાનની ગિફ્ટ છે. અમે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મળ્યા હતા. હું છેલ્લા 14 વર્ષથી વિધવા છું. મારા પતિ પણ રુપર્ટ જેવા બિઝનેસમેન હતા. તેથી જ હું તેમની ભાષા બોલી શકું છું. અમારી વિચારસરણી પણ એવી જ છે. મર્ડોકને તેના પ્રથમ ત્રણ લગ્નોમાંથી છ બાળકો છે. તે કહે છે, “અમે બંને અમારા જીવનનો બીજો ભાગ એકબીજા સાથે વિતાવવા માટે ઉત્સુક છીએ.”
ક્યારે કરશે લગ્ન?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મર્ડોક અને લેસ્લી આવતા વર્ષે લગ્ન કરશે. લગ્ન બાદ બંને કેલિફોર્નિયા, મોન્ટાના, ન્યુયોર્ક અને યુકેના અલગ-અલગ સ્થળોએ જીવનનો આનંદ માણશે. અગાઉ મર્ડોકે ઓસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડન્ટ પેટ્રિશિયા બુકર, સ્કોટિશ મૂળની પત્રકાર એના માન અને ચીનમાં જન્મેલી બિઝનેસવુમન વેન્ડી ડેંગ સાથે લગ્ન કર્યા હતા.
કેટલા સમય સુધી ટક્યા લગ્ન?
- પહેલા લગ્ન1956માં પૈટ્રિશિયા બુકર સાથે થયા જે 1967 સુધી ટક્યા.
- બીજા લગ્ન 1967માં એના માન સાથે થયા અને તે 1999 સુધી ટક્યા.
- 1999માં ત્રીજા લગ્ન વેન્ડી ડેંગ સાથે કર્યા હતા અને 2013માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
- 2016માં ચોથા લગ્ન મોડલ જેરી હોલ સાથે કર્યા હતા. 2022 માં બંને પરસ્પર સંમતિથી અલગ થયા.
કોણ છે રૂપર્ટ મર્ડોક?
રૂપર્ટ મર્ડોકનો જન્મ 1931માં ઓસ્ટ્રેલિયામાં થયો હતો. બાદમાં તે અમેરિકા આવ્યા અને હવે આ દેશના નાગરિક છે. 1952માં તેમને ઓસ્ટ્રેલિયા ન્યૂઝ લિમિટેડ કંપની તેમના પિતા પાસેથી વારસામાં મળી હતી. તેમને કંપનીના એમડી બનાવવામાં આવ્યા હતા. 1950-1960ના દાયકામાં તેમનો મીડિયા બિઝનેસ ઝડપથી વધ્યો. આજના સમયમાં તેઓ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનના મોટા અખબારો અને ટીવી ચેનલોના માલિક છે. તેઓ બ્રિટનના પ્રખ્યાત ધ ટાઈમ્સ, સન્ડે ટાઈમ્સ, ધ સન સહિત અનેક અખબારોના માલિક છે. આ સિવાય તે અમેરિકાની વોલ સ્ટ્રીટ જર્નલ, ન્યૂયોર્ક પોસ્ટ, 7 ન્યૂઝ ઈન્ફોર્મેશન સર્વિસ, ફોક્સ ટીવી ગ્રુપ અને સ્કાય ઈટાલિયાના માલિક છે. તે એન્ટરટેઈનમેન્ટ કંપની 21st Century Fox ના પણ માલિક છે. તેઓ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલના માલિક છે. તેની સાથે નેશનલ જિયોગ્રાફિક અને બ્રિટિશ સ્કાય બ્રોડકાસ્ટરમાં તેમનો હિસ્સો છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, તેઓ 2000 મિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક છે.
ADVERTISEMENT