MEA : ખાલિસ્તાની આતંકી પન્નુની સંસદ પર હુમલાની ધમકી પર ભારત સરકારનો જવાબ, જુઓ શું કહ્યું

MEA On Gurpatwant Singh Pannu : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા સંસદ ભવન પર હુમલો કરવાની આપવામાં આવેલી ધમકીનો ભારત સરકારે જવાબ આપ્યો છે.…

gujarattak
follow google news

MEA On Gurpatwant Singh Pannu : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા સંસદ ભવન પર હુમલો કરવાની આપવામાં આવેલી ધમકીનો ભારત સરકારે જવાબ આપ્યો છે. ભારત સરકારે કહ્યું છે કે, ભારત અથવા ભારતીય રાજદ્વારીઓ કે સંપત્તિઓ વિરુદ્ધ કોઈપણ આતંકવાદી અથવા ઉગ્રવાદી દ્વારા કરવામાં આવી રહેલા કોઈપણ પ્રકારના ખતરા અંગે વાત ભારત સકારે સહયોગી દેશો સાથે કરી છે. ઉપરાંત ભારત સરકાર સમય સમય પર આ બાબતને ઉઠવતી રહી છે.

#WATCH | On the prosecution of SFJ chief Pannu, MEA Spokesperson Arindam Bagchi says, "He is wanted by our agencies for violation of the law and there is a process under which we seek assistance and that they are prosecuted, depending on whether the crime is committed. In our… pic.twitter.com/EOf3NApUfb

— ANI (@ANI) December 7, 2023

ઘમકી બાદ ભારત સરકારનો જવાબ

અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો બાદ પન્નુએ આ ધમકી આપી હતી. આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પન્નુની ધમકીઓ સંબંધિત એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, પન્નુને ભારતીય એજન્સીઓએ વોન્ટેડ જાહેર કર્યો છે. અમે આતંકી દ્વારા જારી કરવામાં આવેલી ધમકીઓ વિશે ચોક્કસપણે સહયોગી દેશ સાથે વાતચીત કરી છે. સુરક્ષા સહયોગ અંગે વાતચીત ચાલી રહી છે.

વીડિયો બનાવીઆપી ધમકી

પન્નુએ વીડિયોમાં કહ્યું કે ભારતીય એજન્સીઓએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી, જે નિષ્ફળ રહી. હવે હુમલાના પ્લાનિંગના જવાબમાં તે 13 ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે. વીડિયોમાં પન્નુએ સંસદ ભવન હુમલાના દોષી અફઝલ ગુરુ સાથેનું એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે ‘દિલ્હી બનશે પાકિસ્તાન’.

પન્નુનો નવો વીડિયો જોયા બાદ સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે, પન્નુના વીડિયો સાંભળ્યા બાદ સ્પષ્ટ થાય છે કે પન્નુને આ સ્ક્રિપ્ટ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના K-2 ડેસ્ક દ્વારા આપવામાં આવી છે. વાસ્તવમાં, વીડિયોમાં એક તરફ પન્નુ ખાલિસ્તાનનો એજન્ડા ચલાવી રહ્યો છે, તો બીજી તરફ અફઝલ ગુરુનું નામ લઈને તે કાશ્મીરી આતંકવાદીઓ અને પાકિસ્તાનના કાશ્મીર એજન્ડાને પણ સમર્થન આપી રહ્યો છે. પન્નુના આ વીડિયો બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.

કોણ છે આતંકવાદી પન્નુ?

ગુરપતવંત સિંહ પન્નુનો જન્મ પંજાબમાં થયો હતો. અભ્યાસ પણ અહીંથી જ કર્યો. હાલમાં વિદેશમાં છે. ક્યારેક તે કેનેડામાં રહે છે તો ક્યારેક અમેરિકામાં. ભારતમાં બહારથી આતંકવાદી હુમલા કરવાની ધમકી આપે છે. કેનેડામાં સ્થાયી થયેલા હિન્દુઓને ધમકી આપે છે. અને આ બધું તે ખુલ્લેઆમ કરે છે. પન્નુનો જન્મ 14 ફેબ્રુઆરી 1967ના રોજ થયો હતો. પન્નુના પિતા પંજાબમાં એક કંપનીમાં કામ કરતા હતા. તેનો એક ભાઈ પણ છે, જે વિદેશમાં રહે છે. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. પન્નુએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ અમેરિકામાં કાયદાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. પન્નુએ 2007માં ‘શીખ ફોર જસ્ટિસ’ નામનું સંગઠન બનાવ્યું હતું. જુલાઈ 2020માં ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ આઈએસઆઈની મદદથી ખાલિસ્તાન અભિયાન ચલાવી રહ્યો છે.

    follow whatsapp