Pakistan News: પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા આતંકવાદીઓને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત છે. તાજેતરમાં આવો મામલો કરાચીથી સામે આવ્યો છે. જ્યાં મૌલાના રહીમુલ્લાહ તારિકની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. તારિક ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ મસૂદ અઝહરની નજીકનો હોવાનું કહેવાય છે. રહીમ ઉલ્લાહ તારિક અવારનવાર ભારત વિરોધી ભડકાઉ ભાષણો આપતો હતો
ADVERTISEMENT
અજાણ્યા શખ્સોએ કર્યું ધડાધડ ફાયરિંગ
સ્થાનિક રિપોર્ટ્સ અનુસાર, રહીમુલ્લાહ તારિક એક મુસ્લિમ સ્કોલર હતો અને એક ધાર્મિક સભામાં સામેલ થવા જઈ રહ્યો હતો, આ દરમિયાન કેટલાક અજાણ્યા હુમલાખોરોએ તેના પર ધડાધડ ફાયરિંગ કર્યું. સ્થાનિક મીડિયાએ પોલીસ અધિકારીઓને ટાંકીને કહ્યું કે, આ ઘટના ટાર્ગેટ કિલિંગ હોઈ શકે છે.
આતંકવાદીઓને કરતો હતો તૈયાર
મસૂદ અઝહરની સૌથી નજીકના ગણાતા મૌલાના તારિક પર ધર્મની આડમાં આતંકવાદીઓની ફોજ તૈયાર કરવાના ગંભીર આરોપો હતા. તેના પર સરહદ પારથી જમ્મુ-કાશ્મીરમાં આતંક મચાવવાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે. પોલીસનું કહેવું છે કે, હુમલાખોરોને શોધવા ટીમો બનાવવામાં આવી છે. સીસીટીવીની ચકાસણી કરવામાં આવી રહી છે.
અકરમ ખાન ગાઝીની કરાઈ હતી હત્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)નો ટોચના કમાન્ડર અકરમ ખાન ગાઝીની હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લામાં બાઈક પર આવેલા હુમલાખોરોએ ગાઝીની ગોળી મારીને હત્યા કરી હતી.
ADVERTISEMENT