સંજય શર્મા.નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ સાથે જોડાયેલા મામલાઓને લઈ ભારે ચર્ચાઓનો દૌર ચાલ્યો હતો. હાલમાં જ બાગેશ્વર બાબાએ સુરતમાં પણ કૃષ્ણ જન્મભૂમિના મામલાનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલામાં જેટલા પણ કેસ છે તે તમામની એક સાથે સુનાવણીને લઈને અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય સામે આવ્યો છે. મથુરા કૃષ્ણભૂમિ વિવાદથી જોડાયેલાતમામ મામલાઓની સુનાવણી હવે અલ્હાબાદ હાઈકોર્ટ કરશે.
ADVERTISEMENT
નીચલી કોર્ટના તમામ મામલાઓ HCએ મગાવ્યા
મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ સાથે જોડાયેલા3 તમામ મામલાઓને એક સાથે સુનાવણીને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે નિર્ણય કર્યો છે કે કોર્ટ તમામ મામલાઓની સુનાવણી કરશે. મુખ્ મામલામાં અરજદારના વકીલ હરિશંકર જૈનના મુજબ, અલ્હાબાદ હાઈકોર્ટે મુથુરાની નીચલી કોર્ટમાં ચાલી રહેલા તમામ મામલાઓને પોતાની પાસે મગાવ્યા છે. હવે હાઈકોર્ટ જ કરશે મથુરા જમીન વિવાદ મામલામાં સુનાવણી.
સંગીતની અસરઃ લોકો સાથે કેવું નાચવા લાાગ્યું હરણ- Video
અરજીમાં શું કહેવાયું?
અરજીમાં કહેવાયું છે કે મથુરા સ્થિત કૃષ્ણ જન્મભૂમિ મામલાનું રાષ્ટ્રીય મહત્વ છે. તેને જોતા સુનાવણી હાઈકોર્ટ દ્વારા થવી જોઈએ. ખરેખર મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મામલાની સુનાવણી કરી રહેલી નીચલી અદાલતને બદલે હાઈકોર્ટમાં સ્થાનાંતરિત કરીને સુનાવણી કરવામાં આવવાની માગ કરતા કહેવામાં આવ્યું હતું કે, જો મામલાને હાઈકોર્ટમાં સ્થાનાંતરિત કરવામાં ન આવી શકે તો તે સ્થિતિમાં મથુરાની નીચલી અદાલતમાં અલગ અલગ કોર્ટસમાં દાખલ અરજીઓ પર એક કોર્ટમાં જ સુનાવણી કરવામાં આવે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યું?
ADVERTISEMENT