અમેરિકામાં સ્વતંત્રતા દિવસ પહેલા ફરી શૂટઆઉટની ઘટના, ફિલાડેલ્ફિયામાં 8 લોકોને ગોળી મારી, 4નાં મોત

ફિલાડેલ્ફિયા: અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર શૂટઆઉટની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં 8 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 4ના મોત થયા છે.…

gujarattak
follow google news

ફિલાડેલ્ફિયા: અમેરિકામાં સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ફરી એકવાર શૂટઆઉટની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં 8 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી 4ના મોત થયા છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તેણે શા માટે ફાયરિંગ કર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ ફાયરિંગની ઘટના ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા કાઉન્ટીમાં બની હતી. અહીં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરે બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું હતું. અટકાયત કરાયેલ શંકાસ્પદ હેન્ડગન, રાઈફલ અને અનેક મેગેઝીનથી સજ્જ હતો.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે પણ હુમલાખોર લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે હુમલાખોર પાસેથી એક રાઈફલ, એક હેન્ડગન અને ગોળીઓના વધારાના મેગેઝીન જપ્ત કર્યા છે.

યુ.એસ.માં સામૂહિક ગોળીબારની 5 હૃદયદ્રાવક ઘટનાઓ

    follow whatsapp